<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે પત્તાં ખોલ્યા : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત : જુઓ સંપૂર્ણ સૂચિ

કમલમ ખાતે મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર : નવા અને જૂના ચહેરાઓના સમન્વય સાથે સુરેન્દ્રનગરના રણમેદાનમાં ભાજપના શૂરવીરોની એન્ટ્રી

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કુલ ૧૩ વોર્ડની બેઠકો માટે ૫૨ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે આ યાદી જાહેર કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં જાહેર કરાયેલા ઉમેદવારોની વિગતવાર યાદી નીચે મુજબ છે:

**વોર્ડ નંબર ૧ થી ૪ ના ઉમેદવારો:** વોર્ડ નંબર ૧ માં ટ્વિકલ પ્રકાશભાઈ ધરેજીયા, અંકિતાબેન ધીરુભાઈ બરીયા, દેવકરણભાઇ ગોકળભાઈ મરીયા અને ભગીરથસિંહ જશુભા ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં પ્રિતીબેન મયુરભાઇ સોલંકી, હંસાબેન કિશોરભાઇ વસવેલીયા, નિરવભાઇ અશ્વિનભાઇ દવે અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ચૂંટણી લડશે. વોર્ડ નંબર ૩ માં પૂર્વીબેન પ્રશાંતભાઇ પરમાર, શીખાબેન કશ્યપભાઇ શુક્લ, રવિન્દ્રભાઇ પ્રવિણભાઇ ચૌહાણ અને જયદીપભાઇ ગોવિંદભાઇ ડાભીના નામ જાહેર કરાયા છે. વોર્ડ નંબર ૪ માં સ્વાતિબેન નિલેશભાઇ માંડલીયા, મીનાબેન પિનાકીનભાઇ જોષી, જામાભાઈ પોપટભાઇ ગરીયા અને મીલીંદભાઇ પ્રવિણચંદ્ર કોઠારી મેદાનમાં છે.

**વોર્ડ નંબર ૫ થી ૮ ના ઉમેદવારો:** વોર્ડ નંબર ૫ માં જયશ્રીબેન દિનેશભાઇ દેત્રોજા, રમીલાબેન ચેતનકુમાર કાલીયા, બીપીનભાઇ જીવણભાઇ ખાંભલા અને હેમેન્દ્રભાઈ અનિલભાઇ દફતરીને જવાબદારી સોંપાઈ છે. વોર્ડ નંબર ૬ માં ડૉ. જનકબેન ભવાનસિંહ ટાંક, ઉર્મિલાબેન ઇશ્વરભાઇ પટેલ, રાકેશભાઇ કાનજીભાઇ રાઠોડ અને મહેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ ઉમેદવારી કરશે. વોર્ડ નંબર ૭ માં પિન્ટુબેન જગદીશભાઇ અસાણીયા, મીનાબેન અશોકભાઇ મહેશ્વરી, ભુપેન્દ્રસિંહ હાલુભા રાણા અને પ્રશાંતભાઇ સુરેશભાઇ ભટ્ટનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૮ માં લાભુબેન ગેલાભાઇ મકવાણા, હિનાબેન મુકેશભાઇ થરેસા, ગજાનનભાઇ વિરજીભાઇ ચૌહાણ અને અશોકસિંહ લાલુભા પરમાર ભાજપના નિશાન પર ચૂંટણી લડશે.

**વોર્ડ નંબર ૯ થી ૧૩ ના ઉમેદવારો:** વોર્ડ નંબર ૯ માં દિવ્યાબેન કૈલાસભાઇ મીયાવડા, ભારતીબેન નિલેષભાઇ ખોખાણી, પ્રદિપભાઇ ધીરૂભાઈ વસ્તાણી અને શૈલેષભાઇ વિનાયકભાઇ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર ૧૦ માં સોનલબેન ભરતભાઇ દવે, જશુબેન ઇશ્વરભાઇ વેગડ, ભાવેશભાઇ રતિલાલ પ્રજાપતિ અને નિખીલભાઇ અરવિંદભાઇ ચાંપાનેરી ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર ૧૧ માં જશુબેન ભરતભાઇ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી, રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ અને મહેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ મેદાનમાં છે.
અંતિમ તબક્કામાં, વોર્ડ નંબર ૧૨ માટે સ્મિતાબેન રાકેશભાઇ રાવલ, નેહલબેન રાજેશભાઇ હળવદીયા, હરપાલસિંહ ભુપતસિંહ લીંબડ અને વનરાજસિંહ ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત થઈ છે. જ્યારે વોર્ડ નંબર ૧૩ માં કુસુમબેન ઉદયભાઇ સોલંકી, રૈયાબેન વિજયભાઇ કાટોડીયા, ઇશ્વરભાઇ લખમણભાઇ ખાદલા અને પ્રવિણભાઇ પરાગભાઇ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા છે.

આ યાદી જાહેર થતાની સાથે જ સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ નેતૃત્વએ મહિલા અને પુરુષ ઉમેદવારોનું સચોટ સંતુલન જાળવીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(4:58 PM IST)