<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 31 ઉમેદવારી ફોર્મ ભરાયા

લખપત તાલુકા પંચાયતમાં સૌથી વધુ 19 ફોર્મ ભરાયા જ્યારે 1867 ફોર્મનો ઉપાડ થયો

ભુજ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ કચ્છ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. કચ્છ જિલ્લાની મહાનગરપાલિકા અને વિવિધ તાલુકા પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં લખપત તાલુકા પંચાયતમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

કચ્છ જિલ્લામાં બેઠક વાઈઝ ફોર્મ ભરાવાની વિગતો નીચે મુજબ છે:લખપત તાલુકા પંચાયત: સૌથી વધુ 19 ફોર્મ ભરાયા.મુન્દ્રા તાલુકા પંચાયત: 5 ઉમેદવારી ફોર્મ ભરાયા.ભુજ તાલુકા પંચાયત: 4 ઉમેદવારી ફોર્મ ભરાયા.ગાંધીધામ મહાનગરપાલિકા: 3 ફોર્મ ભરાયા.અબડાસા તાલુકા પંચાયત: 2 ફોર્મ ભરાયા.રાપર તાલુકા પંચાયત: 1 ફોર્મ ભરાયું.

માત્ર ઉમેદવારી નોંધાવવામાં જ નહીં, પરંતુ ફોર્મ મેળવવામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં જિલ્લાની વિવિધ બેઠકો પરથી કુલ 1867 જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. આ આંકડો સૂચવે છે કે, આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

(7:49 PM IST)