હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માંડવીમાં નેપાળી યુવકને લાકડી ધોકાથી માર મારનાર ત્રણ શખ્શો સામે ગુનો નોંધાયો
આઝાદ ચોકમાં મધરાત્રે નેપાળી યુવકને ક્રૂરતાપૂર્વક લાકડી ધોકાથી ઢોર માર મારતાં ત્રણ નિર્દયી શખ્સોનો વીડિયો વાયરલ થયાં બાદ માંડવી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્

માંડવીના આઝાદ ચોકમાં મધરાત્રે નેપાળી યુવકને ક્રૂરતાપૂર્વક લાકડી ધોકાથી ઢોર માર મારતાં ત્રણ નિર્દયી શખ્સોનો વીડિયો વાયરલ થયાં બાદ માંડવી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયોને આધાર બનાવીને માંડવીના હેડ કોન્સ્ટેબલ વશરામ પટેલે ત્રણ શખ્સો વિરુધ્ધ ગાળો ભાંડીને જાહેરમાં માર મારવા સબબ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.
આ ગુનામાં ત્રણે લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૧) (કોઈને માર મારી ઈજા પહોંચાડવી) ૨૯૬ (બી) (જાહેરમાં ગાળો ભાંડવી) ૫૪ (ગુનામાં મદદગારી, બનાવ સમયે હાજરી) અને ગુજરાત પોલીસ એક્ટની સેક્શન ૧૩૫ (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ)ની કલમો લગાડાઈ છે.
નેપાળી યુવકને ઢોર માર મારતાં હોવાની ૫૭ સેકન્ડની વીડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે ત્યાં એક ખાખી વર્દીધારી હાજર હોવાનું દેખાય છે. પરંતુ, માંડવી પોલીસે ધરાર બેશર્મી દાખવીને આ ખાખી વર્દીધારીને આરોપી બનાવ્યો નથી.
કચ્છખબરે આ અંગે માંડવીના પીઆઈ ચેતક બારોટને પૂછ્યું તો ખુદ તેમણે કબૂલ્યું કે વીડિયોમાં દેખાતો ખાખી વર્દીધારી હોમગાર્ડનો જવાન છે!
બનાવ સમયે ત્યાં હાજર હોમગાર્ડનો જવાન ચૂપચાપ તમાશો જોતો હતો, તેની ફરજ હતી કે નરાધમોને કોઈ યુવક પર ક્રૂરતા આચરતાં અટકાવી પોલીસને જાણ કરે છતાં ઉલટાનું તેણે મદદગારી કરી! છતાં માંડવી પોલીસે આ હોમગાર્ડને આરોપી નથી બનાવ્યો! ખરેખર તો હોમગાર્ડને પણ આરોપી બનાવી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૮ તળે ગુનો નોંધવો જોઈએ તેમ કાયદાના જાણકાર વિદ્વાનોનો મત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
