હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
મોરબીના વીસીપરામાં કચરામાં આગ ભભૂકી, ફાયર ટીમે કાબુ મેળવ્યો.
પ્રજાપતિ કારખાનાની બાજુમાં પડેલા કચરામાં કોઈ અગમ્ય કા૨ણોસ૨ અચાનક આગ ફાટી નીકળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વીસીપરા વિસ્તારમાં આજે સાંજના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વીસીપરામાં આવેલા પ્રજાપતિ કારખાનાની બાજુમાં પડેલા કચરામાં કોઈ અગમ્ય કા૨ણોસ૨ અચાનક આગ ફાટી નીકળી હતી.
કચરાની નજીકમાં જ બાવળની ઝાડીઓ આવેલી હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી અને મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમને 19:19 કલાકે જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો, જેથી આસપાસના વિસ્તારમાં નુકસાની ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
