News of Friday, 10th April 2026
ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં વાયર ચોરી કરતા તસ્કરને રૂરલ એલસીબીએ ઝડપી લીધો
પકડાયેલ અરવિંદ રાઠોડએ સાગ્રીત નવઘણ સાથે રાજકોટમાંથી બે અને જેતપુર પાસે હોન્ડાની ચોરી કર્યાની કબુલાત આપી તસ્વીરમાં પકડાયેલ ભસ્કર ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વાયર ચોરી કરનાર તસ્કરને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. પકડાયેલ તસ્કરે રાજકોટની અને જેતપુર પાસેથી ત્રણ હોન્ડા ચોરી કર્યાની કબુલાત આપી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મીલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ ગોંડલ તાલુકા સીમ વિસ્તારમાંથી રાત્રીના સમયે વાડી/ખેતરમાંથી અલગ-અલગ જગ્યાએ થી કેબલ ચોરી કરનાર આરોપી અરવિંદ ઉર્ફે ટકો ઉર્ફે રૂદ્ર ધીરૂભાઇ રાઠોડ ઉ.વ.ર૮ ધંધો મંજુરી રહે. વિરપુર મફતીયાપરા પાણીના ટાંકા પાસે તા. જેતપુરને ચોરાઉ બાઇક સાથે ભરૂડી ગામના પાટીયા પાસેથી પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.
પકડાયેલ અરવિંદ રાઠોડએ તેવા નાસી છુટેલ સામગ્રી નવઘણ રામજીભાઇ સાડમીયા રહે. મુળ ગામ સાલખડા તા. ચોટીલા જી. રાજકોટ હાલ સરધાર, હરીપર રોડ, આનંદનગર સાથે મળી આજથી એકાદ મહિના પહેલા ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી રાત્રીના સમયે અલગ-અલગ જગ્યાએથી ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરેલની કબુલાત આપેલ છે. તેમજ આજથી આશરે પંદરેક દિવસ પહેલા કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામની સીમમાંથી રાત્રીના સમયે અલગ -અલગ જગ્યઅએથી ખેતરો માંથી કેબલ વાયરની ચોરી કરેલની કબુલાત આપેલ છે.
તેમજ બન્નેએ રાજકોટ પેલેસ રોડ ઉપર આવેલા પદમકુવરબા હોસ્પીટલના મેઇન ગે પાસેથી હિરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી. જં. જીજી-૦૩ ઇએન-ર૦૮૩ વાળાની ચોરી કરેલની કબુલાત આપેલ છે. તથા આજથી આશરે એકાદ મહિના પહેલા રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસેથી હિરોહોન્ડા, સ્પ્લેન્ડર મો.સા. રજી. નં. જીજે-૦૩ સીપી ૭ર૬૭ વાળાની ચોરી કર્યાની અને તા. ૮-૪ ના રોજ જેનપુર સારણના પુલ પાસેથી એક હિરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલની કબુાલત આપેલ પોલીસે ચોરાઉ બે હોન્ડા કબ્જે કર્યા છે.
તેમજ અન હિરોહોન્ડા સ્પ્લેન્ડ મો. સા. કિ. રપ૦૦૦ ચોરાઉ હોન્ડા નાસી છુટેલ નવઘણ હોવાનું જણાવેલ છે.
પકડાયેલ અરવિંદ અને નવધણ સોમે જેતપુર, વિરપુર, બાબરા, રાજકોટ તથા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પ ગુન્હાઓ નોંધાયા છે. આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ વી.વી. ઓડેદરા તથા પીએસઆઇ, કે.એમ. ચાવડા પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા, હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા પીસી રણજીતભાઇ બોરડ સહિતના સ્ટાફે કરી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
