<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

હાજીપીર સલામ ભરી પરત ઘેર જતાં ઘાંચી પરિવારની કાર ટ્રક સાથે અથડાતાં ૪ ના મોત, ૩ ને ઈજા

વારાહીના ઘાંચી પરિવારનો માળો પીંખાયો, કચ્‍છના આડેસર અને બનાસકાંઠાના સાંતલપુર વચ્‍ચે રોઝુ પાટીયા પાસે નડ્‍યો અકસ્‍માત

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦  :. કચ્‍છના હાજીપીર બાબાની દરગાહથી સલામ ભરીને ઘેર વારાહી જઈ રહેલ ઘાંચી પરિવારની કારને પ્રાણઘાતક અકસ્‍માત નડતા ૪ જણ ના મોત નીપજ્‍યા હતા જ્‍યારે ૩ ને ઇજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે કચ્‍છના આડેસર થી બનાસકાંઠાના સાંતલપુર વચ્‍ચે રોઝુ પાટીયા નજીક આ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં સામેથી આવતી ટ્રક કાર સાથે અથડાઈ હતી. કારમાં સવાર ઘાંચી પરિવારના અહેમદ હસન ઘાંચી, એ.એ. ઘાંચી, જાવેદ ઘાંચી, મદીનાબેન ઘાંચીના અરેરાટીભર્યા મોત નિપજ્‍યા હતા. જ્‍યારે ટીનાબેન ઘાંચી, મોહેબઅલી ઘાંચી અને અમીન ઘાંચી ઈજાગ્રસ્‍ત થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે અકસ્‍માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:51 AM IST)