<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખની આદિજાતિ મહિલાની એક માત્ર અનામત બેઠક હારી જવાના ડરે ભાજપ રાજકીય દાવપેચ કરે છે: કોંગ્રેસના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો

ભીમાસર ચકાસરની એકમાત્ર બેઠક આદિજાતિની હોઈ હારી જવાના ભયે હવે સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાનું ભાજપનું આયોજન સામાન્ય મહિલા ઉમેદવાર માટે અન્યાયકર્તા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પહેલા ૨.૫ વર્ષ માટે આદિજાતિ મહિલાઅનામત જાહેર થયેલ છે અને કચ્છ જીલ્લામાં ૩૮ માંથી એકમાત્ર બેઠક આદિજાતિની અંજાર તાલુકાની ભીમાસર (ચકાસર) જીલ્લા પંચાયતની બેઠક મહિલા આદિજાતિ અનામત તરીકે જાહેર થયેલ છે ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે અને વર્ષોથી આ બેઠક કોંગ્રેસ જીતતી આવેલ છે ત્યારે આ બેઠક ભાજપને જીતવા માટે પડકારરૂપ છે એટલા માટે ભાજપ દ્વારા બીજી કોઈ સામાન્ય બેઠક ઉપર પણ આદિજાતિ મહિલાને લડાવવાની તૈયારીઓ કરી રહેલ છે તેવું જાણવા મળેલ છે. પરંતુ બીજી કોઈ સામાન્ય બેઠક ઉપર ભાજપ જીલ્લા પંચાયતના પ્રમુખ બનાવવાની અપેક્ષાએ બીજી સામાન્ય બેઠકના વિસ્તારના ભાજપના સંભવિત ઉમેદવારોના અધિકારો અને હક્ક છીનવવાના પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જેનો જે-તે બેઠકમાં ખુબ જ વિરોધ થવાનો છે. કારણ કે ભાજપને પોતાને ભીમાસર બેઠક જીતવા ઉપર વિશ્વાસ નથી. તેવું જણાય છે. આમ, અનેક જગ્યાએ ચર્ચાઓ ચાલી રહેલ છે કે ભાજપ ડરના કારણે બીજાના અધિકારો છીનવવાના પ્રયાસો કરી રહેલ છે.

ભાજપને કચ્છ જીલ્લાના આદિજાતિના ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી જેથી કદાચ બહારથી બીજા જીલ્લામાંથી ઉમેદવારો લાવવાની પણ પેરવી કરી રહેલ છે અને અહીના સ્થાનિક ઉમેદવારોના હક્કો છીનવવા માંગે છે પરંતુ આ વખતે ભાજપ કચ્છનિ કોઈ પણ બેઠક આદિજાતિનિ બેઠક લડવા માટે ઉતારશે તો ત્યાં હારનો સામનો કરવો પડશે. તે નક્કી છે. કારણ કે સામાન્ય બેઠકના લોકો વિરોધ કરી અને કોંગ્રેસ તરફી મતદાન કરશે તેવું દેખાય છે.

​

​​કચ્છ જીલ્લામાં અત્યારે ભાજપનો ખુબ વિરોધ છે, કચ્છના લોકો તાલુકા જીલ્લા પંચાયતો નગરપાલિકાઓમાં મોટું પરિવર્તન કરશે અને આ ચૂંટણીઓમાં કોંગ્રેસ બહુમતી સાથે વિજય થશે તેવું દેખાય છે.

(10:54 AM IST)