<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

હળવદ પાસે બોલેરોમાં પશુઓ ભરીને જતા બે ઝડપાયા

 

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૧૦:  હાઇવે પરથી પસાર થતા શંકાસ્‍પદ બોલેરો પીકઅપ વાહનને અટકાવી તલાશી લેતા વાહનમાંથી ચાર પશુઓ ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે કચ્‍છના બે શખ્‍સને ગિરફતમાં તપાસ શરૂ કરી છે.

GJ-36-X-9326 નંબરના  વાહનને અટકાવી આરોપી ઓસમાણ સફીમામદભાઈ જત અને સલમ ખુદાનાભાઈ જત રહે.બન્‍ને નાના સરાડા, ભગાડીયા, કચ્‍છ વાળાના કબ્‍જા વાળા વાહનમાંથી ઘાસચારાની વ્‍યવસ્‍થા વંગર ચાર જીવિત પાડા કિંમત રૂપિયા ૧૨ હજાર મળી આવ્‍યા હતા. પોલીસે ફરિયાદી મનોજભાઈ ઉર્ફે મુનો ગાંડુભાઈ ઝંઝવાડિયાની ફરિયાદના આધારે બન્‍ને આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્‍યે ક્રુરતા આચરવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્‍હો નોંધી ૨ લાખની બોલેરો ગાડી સહિત કુલ ૨.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો

(11:52 AM IST)