તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
જસદણના કડુકા ગામે રવિરાજભાઇ વાંક ઉપર ૬ શખ્સોનો છરી-પાઇપથી હુમલો
સાથે કામ કરતા વિશાલ સાથેના ડખ્ખાનો ખાર રાખી હુમલો

રાજકોટ, તા., ૧૦ : જસદણના કડુકા ગામે સાથે કામ કરતા યુવાનના ડખ્ખાનો ખાર રાખી યુવક ઉપર ૬ શખ્સોએ છરી અને પાઇપથી હુમલો કર્યો હતો.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને કડુકા ગામે,કમળાપુર રોડ પર પુલનુ કામ ચાલુ છે ત્યા સુપર વાઈજર તરીકે કામ કરે છે. અને ત્યા પુલ ને પાણી છાટવાની મજુરી કામે સાહેદ વિશાલભાઈ કનુભાઈ અણીયાળીયાને રાખેલ હોય તેને આરોપી નં (૧) સાથે અગાઉ માથાકુટ તથા બોલાચાલી થયેલ હોય અને ફરીયાદી બે દિવસ પહેલા માંડવામાં સાહેદ સાથે ગયેલ હતો જેથી આરોપી નં (૧)ફરીયાદીને સાહેદ વિસાલ સાથે જોયેલ હોય જેનો ખાર રાખી પુલના કામની સાઈડ પર ફરી તથા સાહેદ હાજર હતા આરોપી નં (૧) થી (૩) તથા અજાણ્યા ત્રણ આરોપીઓ એક સંપ કરી ગે.કા મડળી રચી ત્રણ મો.સા લઈ આવી ત્યા સાઈડ ઉપરથી લોખડના સળીયા લીધેલ તથા એક્ટીવાની ડેકી માથી મોટર સાયકલના લીવર વાયર કાઢી તથા છરી કાઢી પ્રાણધાતક હથિયાર ધારણ કરી ફરીને આડે ધડ માર મારતા રવિરાજભાઇને ઇજા થતા પ્રથમ વિછિંયા બાદ વધુ સારવાર અર્થે આટકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.
આ ફરીયાદ અન્વયે ભાડલા પોલીે ઉકત ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
