<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ખડગેના ગુજરાત વિરોધી નિવેદન સામે પૂ. ઇન્‍દ્રભારતીયબાપુનો આક્રોશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: તાજેતરમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા એક ચૂંટણી સભા દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલ અપમાન જનક નિવેદન સામે પુ. ઇન્‍દ્રભારતીબાપુએ રોષ વ્‍યકત કર્યો છે.

શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમનાશ્રી મહંત પૂ. ઇન્‍દ્રભારતીજી મહારાજ એ રોષ વ્‍યકત કરતા એક વીડીયો દ્વારા જણાવ્‍યું હતું કે ગુજરાતની ધરતીએ દેશને અનેક વીર સપુતો મહાપુરૂષો આપ્‍યા છે.  કે જેમણે રાષ્‍ટ્રના નિર્માણમાં ખુબ મોટા યોગદાન આપ્‍યા છે.

પૂ. બાપુએ વધુમાં જણાવેલ કે કોંગ્રેસના વયોવૃધ્‍ધ નેતા આવા પદપર રહી ગુજરાતીઓનું અપમાન કરે તે શોભતુ નથી ગુજરાતીઓની ગરીમાને ઠેસ પહોંચાડવા બદલ ખડગેએ સંસદમાં માફી માંગવી જોઇએ તેવી માંગ કરી છે અને ગુજરાતીઓનું આ અપમાન કયારેય સાંખી નહી લેવાય તેવું રોષ વ્‍યકત કરતા જણાવ્‍યું હતું. 

(1:30 PM IST)