<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

દ્વારકા જિલ્લાની પંચાયતો પાલિકાઓની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની શરૂઆત થઇઃ કાલે છેલ્લો દિવસ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ :.. દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસ જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલીકાઓની ચૂંટણીઓ આગામી ર૬-૪-ર૬ ના રોજ યોજાનાર છે. ત્‍યારે ગઇકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું છે. તથા ગઇકાલે એકજ દિવસમાં ૪૬ ફોર્મ ભરાયા હતાં.

ગઇકાલ સુધીમાં ખંભાળીયા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે કુલ ચાર જ ફોર્મ આવ્‍યા છે. જયારે રાવલ નગરપાલિકામાં ત્રણ ફોર્મ જ ભરાયા છે. સલાયા એક વોર્ડની પેટા ચૂંટણીમાં એકપણ ફોર્મ ભરાયા નથી.

દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતોની સ્‍થિતિ જોઇએ તો ખંભાળીયા તાલુકા પંચાયતમાં બે ફોર્મ ભરાયા હતાં.

અગાઉ એકપણ નહીં દ્વારા તાલુકા પંચાયતમાં પાંચ ફોર્મ ભરાયા અગાઉ બે સાથે કુલ ખાન ફોર્મ, ભાણવડમાં એક અગાઉ અને ત્રણ ગઇકાલે સહિત મળી ચાર ફોર્મ ભરાયા છે.

જયારે કલ્‍યાણપુર તાલુકા પંચાયતમાં રેકોર્ડરૂપ ગઇકાલે એકજ દિવસમાં ર૭ ફોર્મ ભરાયા છે અને અગાઉના ત્રણ મળી ૩૦ ફોર્મ ટોટલ થયા છે.

દ્વારાકા જિલ્લા પંચાયતની બાવીસ બેઠકો માટે ગઇકાલે નવ ફોર્મ ભરાયા છે. જેમાં વાડીનાર બેઠક પર કોંગ્રેસના લખધીરસિંહ જાડેજા સહિત ચાર કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયા છે. જયારે વાડીના અપક્ષોએ ફોર્મ ભર્યા છે.

દ્વારકા જિલ્લામાં મુખ્‍ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને આમ આદમી આજે અને બાકીના કાલે ફોર્મ ભરશે જયારે ભાજપે હજુ નામો જાહેર ના કર્યા હોય ગઇકાલે નામ જાહેર કરીને ૧૧-૪-ર૬ ના છેલ્લા દિવસે બપોરે જિલ્લા તાલુકા તથા નગરપાલિકાઓમાં ફોર્મ ભરનાર છે.

કેટલાક ઉમેદવારોએ વિજય સરઘસ જેમ રેલી કાઢી ફોર્મ ભર્યા હતાં.

(11:58 AM IST)