તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ટંકારાના કલ્યાણપર પાસે ટ્રેકટર-રીક્ષા વચ્ચેના અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત
અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૭ લોકોને ઇજા થઇ'તી : ૧૮ વર્ષની યુવતીના મોત બાદ વધુ એક મહિલાએ સારવાર દરમિયાન દમ તોડયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૯: મોરબી જીલ્લાના ટંકારાના કલ્યાણપર ગામ પાસે ધ્રોલ તરફ જવાના રસ્તે ગઈકાલે સાંજના સુમારે ટ્રેક્ટર અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ૭ લોકોમાંથી ૨ મહિલાઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમુક ઇજાગ્રસ્તો વધુ ગંભીર હોવાથી તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. આ ગંભીર ઇજાગ્રસ્તો પૈકી રેશમાબેન ગફુરભાઈ જામ (ઉંમર વર્ષ ૧૮) અને જીન્નતબેન મહમદહુસેન સંઘવાણી (ઉંમર વર્ષ ૩૯) નું સારવાર દરમિયાન મળત્યુ નિપજ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં અન્ય ૫ લોકો જેમાં ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ (ઉંમર વર્ષ ૬૩), હસીનાબેન ગફુરભાઈ જામ (ઉંમર વર્ષ ૫૦), નજમાબેન જામ (ઉંમર વર્ષ ૧૨), ફિઝાબેન અનવરભાઈ જામ (ઉંમર વર્ષ ૧૨) અને ગુલશનબેન અનવરભાઈ જામ (ઉંમર વર્ષ ૪૩) નો સમાવેશ થાય છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માતમાં બે મહિલાઓના મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
