News of Friday, 10th April 2026
મહિલા સાથે વિડીયો ઉતારીને હનીટ્રેપમાં સંડોવાયેલ મહિલા સહિત ૩ ને ઝડપી લેતી રાજુલા પોલીસ
હીંડોરણા ગામે કાવતરા મુજબ ડરાવી-ધમકાવી રૂપિયાની માંગણી કરી'તી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦ : ભાવનગર રેન્જ આઇ.જી. આર.વી. અસારી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાની આગેવાનીમાં આરોપીઓને ઝડપી લેવાયા છે.
આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી આરોપીઓએ ફરીયાદીને હીડોરણા ગામે બાવળની કાટમા લઇ જઇ અને મહીલા આરોપી સાથે પરીચય કરાવી કાવતરા મુજબ વારા ફરતી આરોપીઓ આવી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી ડરાવી ધમકાવી ફરીયાદી અને મહીલા સાથેનો વિડીઓ ઉતારી વીડીઓ વાયરલ કરવાની ધમકી આપી અને ફરીયાદી પાસથી રૂપીયા ૧૯૫૦/- તથા મોબાઇલ બળજબરી થી કઢાવી લઇ અને ફરીયાદી પાસેથી આરોપીઓએ વધુ ૫ લાખ રૂપીયાની માંગણી કરેલ અને ફરીયાદીએ જણાવેલ કે મારી પાસે અત્યારે છે નહીં તમે મને થોડો સમય આપો તો હુ લઇ તો આરોપીએ ફરીયાદીને પૈસા લેવા ઘરે મોકલેલ.
બાદ ફરીયાદી સીધો પોલીસ સ્ટેશન આવી ગયેલ અને બનાવ બાબતે વાત કરેલ જેથી મહીલા તથા અન્ય આરોપીઓ ત્યા હાજર હોય અને તેઓએ ફરીયાદી ને રૂપીયા બાબતે પુછતા રાજુલા પોલીસ ટીમ દ્વારા મહીલા તથા આરોપીને બનાવ સ્થળે દબોચી લીધેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે સમીના વા/ઓ શબીરભાઇ સેલોત રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી, કરણ દંતુભાઇ પટાટ રહે.હીડોરણા તા.રાજુલા જી.અમરેલી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાધવભાઇ ચૌહાણ રહે. રાજુલા તા. રાજુલા જી.અમરેલીની ધરપકડ કરી છે.
અજાણ્યા બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. રોકડ રૂપીયા ૧૬૦૦/-, એક મોટરસાયકલ ૧૫૦૦૦/-, મોબાઇલ ૦૫ રૂ. ૬૧૦૦૦/- સહિત ૭૭,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ એ.એસ.આઈ. બહાદુરભાઇ વાળ હે.કોન્સ. હરપાલસિંહ ગોહિલ હે.કોન્સ હરેશભાઇ વાળા હે.કોન્સ મનુભાઇ માંગાણી હેડ.કોન્સ સુરેશભાઈ મેર હેઙ.કોન્સ ગોવિદંભાઇ કાતરીયા પો.કોન્સ મેહુલભાઇ પંડયા પો.કોન્સ ભવદિપસિંહ સરવૈયા, મહેશભાઈ વાઘેલા તથા મહીલા પો.કોન્સ અર્કિતાબેન જાની તથા એ.એસ.આઇ હરેશભાઇ કવાડ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ કવાડ તથા પો.કોન્સ રામભાઇ ભમ્મર તથા પો.કોન્સ પૃથ્વિરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
