<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

પોરબંદર જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ૧ અને તાલુકા પંચાયતોમા ૪ ઉમેદવારી ફોર્મ ભરાયા

સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયાઃ અંતિમ દિવએ ફોર્મ ભરવા ઘસારો થાય તેવી શકયતાકુતિયાણા નગરપાલિકામાં અત્‍યાર સુધીમાં ૨ ઉમેદવારો દ્વારા દાવેદારી : પોરબંદર મહાનગરપાલિકામાં ગઇ કાલે એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નહિં

(પરેશ પોરખ દ્વારા) પોરબંદર તા.૧૦: સ્‍થાનિક સ્‍વરાજયની ઉમેદવારી ફોર્ર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ગઇકાલે તા.૯ સુધીમાં જીલ્લા પંચાયતની ચુંટણી માટે ન ઉમેદવારી ફોર્મ ભરાયું છે. તાલુકા પંચાયતોમાં ૪ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવામાં ઘસારો વધે તેવી શકયતા છે.

તા. ૨૬મી એપ્રિલના રોજ યોજાનાર પોરબંદર જિલ્લાની સ્‍થાનિક ગઇ કાલે સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તા. ૦૯ (ગુરૂવાર)  સુધીની સ્‍થિતિએ ભરાયેલ ફોર્મની વિગતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્‍ટર, પોરબંદર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં  જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત માટે કુલ ૧ ઉમેદવારી ફોર્મ  મહાનગરપાલિકાના કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં પણ  એક પણ ફોર્મ ભરાયું નથી.

જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૫૪ બેઠકો માટેની વિગતો જોઈએ તો, પોરબંદર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો, રાણાવાવની ૧૬ બેઠકો અને કુતિયાણા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત માટે ૪ ફોર્મ ભરાયા છે,  તાલુકા પંચાયતોમાં કુલ ૫૪ બેઠકની સામે અત્‍યાર સુધીમાં ૪ ફોર્મ ભરાયા છે.

નગરપાલિકા સ્‍તરે રાણાવાવ અને કુતિયાણાની સામાન્‍ય તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાણાવાવ નગરપાલિકા માટે ગઇકાલે એક પણ  ફોર્મ ભરાયું છે, જ્‍યારે કુતિયાણા માટે ૨ ફોર્મ ભરાયુ નથી.  કુતિયાણા નગરપાલીકા સ્‍તરે કુલ ૦૨ બેઠકની સામે અત્‍યાર સુધીમાં ૨ ઉમેદવારો દાવેદારી નોંધાવી છે.

(1:19 PM IST)