News of Friday, 10th April 2026
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તમામ ૧૩ વોર્ડના ૫૦ મુરતિયાઓની યાદી કરી જાહેર : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નામો પર મહોર મરાઈ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
કમલમ ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : જૂના જોગીઓ અને નવા ચહેરાઓના સમન્વય સાથે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું : તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહ

ગાંધીનગર:ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાંબી ચર્ચા-વિચારણાના અંતે ગાંધીધામ મહાનગરપાલિકાના કુલ ૧૩ વોર્ડની બેઠકો માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટની સહી સાથે આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોના નામની વિગત:
વોર્ડ નંબર ૧ થી ૪ ની યાદી:
વોર્ડ નંબર ૧ માં પારૂબેન મહેશભાઇ દાફડા, શિલ્પાબેન પરમાભાઇ પટેલ, દિપકભાઈ મેઘજીભાઇ વાઘમશી અને અજીતસિંહ અમરજીત રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં લીનાબેન રાજેશભાઇ ધારક, મનીષાબેન પરેશભાઇ પટેલ, બીપીન વેલજીભાઇ લોખીલ અને વિક્રમ પરશોતમ મુલચંદાની મેદાનમાં ઉતરશે. વોર્ડ નંબર ૩ માં જ્યોતિબેન દિનેશભાઇ માલી, ચાંદની નીરજ ક્રિપલાની, રામ હીરાલાલભાઇ માતંગ અને વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજાની પસંદગી થઈ છે. જ્યારે વોર્ડ નંબર ૪ માં રૂપલબેન નવીનભાઇ મ્યાત્રા, જયશ્રીબા નરેન્દ્રસિંહ જાડેજા, કેશવજી રામાભાઇ પરમાર અને ધનાભાઇ નારણભાઇ હુંબલ ચૂંટણી લડશે.
વોર્ડ નંબર ૫ થી ૮ ના મુરતિયાઓ:
વોર્ડ નંબર ૫ માં કાન્તાબેન નરેશભાઇ સોલંકી, વિમલેશ કમલભાઇ શર્મા, વિજય ધનજીભાઇ પરમાર અને ભરત ચીમનલાલ મીરાણીના નામ જાહેર થયા છે. વોર્ડ નંબર ૬ માં હંસા કરશનભાઇ ફફલ, સતીબેન બધાભાઇ મ્યાત્રા અને નવીનભાઈ નારણભાઈ જરૂને ઉમેદવાર બનાવાયા છે. વોર્ડ નંબર ૭ માં વંદના કિશોર મહેશ્વરી, મનીષાબેન રમેશભાઈ ધુઆ, ભરત વાઘજીભાઇ પ્રજાપતિ અને રાજેશ લાખાભાઇ ભરાડીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. વોર્ડ નંબર ૮ માટે પ્રિતિબેન વુષણુગીરી ગોસ્વામી, મીનીબેન રોશન ગોયલ, સુરેશ હિરાભાઇ ધુઆ અને અજયકુમાર શ્રીદેવ સિંઘના નામની જાહેરાત કરાઈ છે.
વોર્ડ નંબર ૯ થી ૧૩ ના દાવેદારો:
વોર્ડ નંબર ૯ માં મનીષાબેન કિશનભાઇ રાફુચા, પ્રહલાદ હરીભાઇ મહેશ્વરી અને હરીશભાઇ શંભુભાઇ આહીરને સ્થાન મળ્યું છે. વોર્ડ નંબર ૧૦ માં હસ્તાબેન શૈલેષભાઇ સથવારા, દિવ્યા જીતેન્દ્ર નાથાણી, ધમેન્દ્રભાઇ રાયશીભાઈ મેઘાણી અને મોહનલાલ ગોવિંદજી ગોરી ચૂંટણી જંગમાં ઉતરશે. વોર્ડ નંબર ૧૧ માં દીપીકા મિતુલ નાયક, પુજા વિનોદ લાલવાણી, તેજસ પ્રભુલાલ શેઠ અને ઘેલાભાઈ નથુભાઇ ભરવાડને ટિકિટ મળી છે. વોર્ડ નંબર ૧૨ માં સંગીતાબેન અશોકકુમાર બજાણીયા, અનીતાબેન શંકરભાઇ દક્ષિણી, મહેશ માણસીભાઇ ગઢવી અને કમલેશ નારાયણ પરીયાનીના નામ નક્કી થયા છે. અંતે વોર્ડ નંબર ૧૩ માં પુરીબેન કરશનભાઇ પરમાર, સુમન મિતલેશ શ્રીવાસ્તવ, હનીફ મુસા ચાવડા અને ક્રિષ્ના ગણપત ડોંગાના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામાજિક સમીકરણો અને સ્ત્રી પ્રતિનિધિત્વનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાય છે. ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ભાજપના આ ૫૦ ઉમેદવારો આગામી દિવસોમાં જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરશે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
