News of Friday, 10th April 2026
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી માત્ર એક જ ટિકિટ મળતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો
પાટીદાર આગેવાનોએ ભાજપ સામે બાંયો ચડાવતા રાજકારણ ગરમાયું :પાટીદાર સમાજ દ્વારા બેઠકોનો દોર શરૂ

સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ ન મળતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં 52માંથી માત્ર 1 પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા પાટીદાર આગેવાનો દ્વારા અન્યાય થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આશરે 50 હજાર પાટીદાર મતદારોની અવગણના કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ મુદ્દે પાટીદાર સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ભાજપની ટિકિટ વહેંચણી પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. પાટીદાર આગેવાનોએ ભાજપ સામે બાંયો ચડાવતા રાજકારણ ગરમાયું છે. હાલ પાટીદાર સમાજ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં નિર્ણાયક લડત માટે તૈયારી ચાલી રહી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
