<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભાજપ દ્વારા પોરબંદર જિલ્લા પંચાયત, રાણાવાવ-કુતિયાણા અને પોરબંદર તાલુકા પંચાયત સહિત નગરપાલિકાના ઉમેદવારોની ભવ્ય જાહેરાત : જુઓ સંપૂર્ણ લિસ્ટ

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ જિલ્લાની તમામ બેઠકો પર મુરતિયા નક્કી : મહિલા અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય આપી ચૂંટણી જંગ તેજ કરાયો

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ નામોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા પંચાયતના ૧૭ ઉમેદવારો:
જિલ્લા પંચાયતની કુલ ૧૭ બેઠકો માટે પક્ષે વિશ્વાસ મૂકતા નીચે મુજબના ઉમેદવારો જાહેર કર્યા છે:
 * *અડવાણા:* મજુબેન બાબુભાઇ કારાવદરા
 * *અમરદડ:* ભાવીશાબેન પ્રતીકભાઇ રાઠોડ
 * *બખરલા:* રીદ્વિબેન અરશીભાઇ ખૂંટી
 * *બળેજ:* સતીબેન લીલાભાઇ પરમાર
 * *ચૌટા:* અમરીબેન અરજનભાઇ સોલંકી
 * *દેગામ:* મંજુબેન ભરતભાઇ ચુંડાવદરા
 * *ફટાણા:* હરીશ (કાળુભાઇ) અરશીભાઇ ગોઢાણીયા
 * *ઘેડ:* રાજેશભાઇ હીરાભાઇ સોલંકી
 * *ખાગેશ્રી:* ભરતભાઇ જીવાભાઇ ઓડેદરા
 * *ખીરસરા:* સીમાબેન સંજયભાઇ ભારવાડિયા
 * *કોટડા:* શીતલબેન રમેશભાઇ ઓડેદરા
 * *માધવપુર:* જગદીશભાઇ હરજીભાઇ સગારકા
 * *મહિયારી:* દિનેશભાઇ લીલાભાઇ પરમાર
 * *ઓડદર:* કેશવભાઇ રાજાભાઇ ઓડેદરા
 * *રાણાકંડોરણા-૧:* લખમણભાઇ દેવાભાઈ ગરચર
 * *રાણાકંડોરણા-૨:* ગોપાલભાઇ ભીમજીભાઈ કોઠારી
 * *વિસાવાડા:* જેઠાભાઈ ગીગાભાઇ ઓડેદરા

તાલુકા પંચાયતવાર જાહેર થયેલા ઉમેદવારોની યાદી:

૧. રાણાવાવ તાલુકા પંચાયત:
અમરદડ-૧ માં જશુબેન હીરાભાઇ રાઠોડ, અમરદડ-૨ માં મંજુલાબેન હેમંતભાઇ ડોડીયા, બાપોદરમાં રામભાઇ લખમણભાઇ બાપોદરા, ભોદમાં નયનાબેન રમેશભાઇ જોશી, ભોડદરમાં અંજનાબેન પીઠાભાઇ બામરટીયા, બિલેશ્વરમાં સંતોકબેન લાખાભાઇ ઓડેદરા, બોરડીમાં ભોજાભાઈ ભગુભાઇ ચાવડા, ખંભાળામાં કડવીબેન ભદુભાઇ ગુરગટીયા, ખીરસરામાં ભીખનભાઈ રાણાભાઇ કાનગડ, મોકરમાં ઉર્મિલાબેન બોઘાભાઈ શિયાણી, બેઠક નંબર ૧૧ પર ભરતભાઇ કાનાભાઇ આગઠ, રાણાકંડોરણા-૧ માં રણમલભાઇ કાનાભાઈ ભેડા, રાણાકંડોરણા-૨ માં જયેશભાઇ લલીતભાઇ ભૂતિયા, રાણાવડવાળામાં ટાભાભાઇ લાખાભાઇ હુંણ, ઠોયાણામાં માલીબેન ભીમાભાઇ રાતડીયા અને વાડોત્રામાં જશુબેન ગોપાલભાઇ ભાદરકાને ટિકિટ અપાઈ છે.

૨. પોરબંદર તાલુકા પંચાયત:
અડવાણામાં સાજણબેન લખમણભાઇ કારાવદરા, બખરલામાં સાજનાબેન રાજાભાઇ હુંણ, બળેજમાં મીનાક્ષીબેન વિનોદભાઇ સાદિયા, દેગામમાં અનિતાબેન જીવાભાઇ ચુંડાવદરા, ફટાણામાં હીરાબેન રાજુજી ઓડેદરા, ગરેજમાં દેવીબેન અરશીભાઇ સોલંકી, ગોસામાં લાખાભાઇ વાઘાભાઇ કોડીયાતર, ઘેડમાં નિશાબેન ભરતભાઇ કડછા, ખાંભોદરમાં ગગુબેન ઓઘડભાઇ ગોઢાણીયા, કિંદરખેડામાં કેશુભાઈ મેણંદભાઇ ઓડેદરા, કુછડીમાં રામભાઈ નાગાભાઇ કુછડીયા, માધવપુર-૨ માં કરશનભાઇ કાનાભાઈ વાજા, માધવપુર-૩ માં ચોથીબેન રામશીભાઇ ડાભી, મંડેરમાં રમેશભાઇ લખમણભાઇ બાલસ, મોઢવાડામાં નાથા કાના મોઢવાડીયા, ઓડદરમાં ભીખુભાઈ માલદેભાઇ ઓડેદરા, રાતીયામાં સંતોકબેન ભોળાભાઇ દાસા, રોજીવાડામાં વાલીબેન કેશુભાઈ ઓડેદરા અને વિસાવાડામાં વસુંધરા માલદેભાઇ લીંબોલાને મેદાનમાં ઉતારાયા છે.

૩. કુતિયાણા તાલુકા પંચાયત:
ચોંટામાં હીરીબેન હરદાસભાઇ મારૂ, દેવડામાં ગીતાબેન પુંજાભાઇ ઓડેદરા, ફરેરમાં દીનાબેન ભરતભાઈ વાઢીયા, ઇશ્વરિયામાં દક્ષાબેન દેવશીબેન રાઠોડ, કડેગીમાં શાંતીબેન જખરાભાઇ જાડેજા, ખાગેશ્રી-૧ માં ભરતભાઇ ચોથાભાઇ રાઠોડ, ખાગેશ્રી-૨ માં દેવાયતભાઇ હાજાભાઈ વાઢીયા, કોટડામાં શાંતીબેન રામદેભાઇ દાસા, મહિયારીમાં રાણીબેન સામંતભાઇ પરમાર, મહોબતપરામાં નાગાજણભાઇ રામભાઈ ઓડેદરા, માંડવામાં ભાવેશ રામદેભાઇ રાવલીયા, મોડદરમાં રામદેભાઇ પુંજાભાઇ મોડેદરા, રોધડામાં મુક્તાબેન જગદીશભાઇ જલુ અને સિંધપુરમાં રાંભીબેન અજયભાઇ ઓડેદરા ઉમેદવારી નોંધાવશે.

નગરપાલિકાના ઉમેદવારો:
રાણાવાવ નગરપાલિકા માટે વોર્ડ નંબર ૬ માં સીટ નંબર ૩ પર ઓસમાણ અબુબકર નાઇ અને સીટ નંબર ૪ પર ડાયાભાઈ મેરામણભાઇ રૈગાના નામની જાહેરાત કરવામાં આવી છે. કુતિયાણા નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત પણ આજ બેઠકમાં કરવામાં આવી છે.

(8:45 PM IST)