તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
જામનગર જિલ્લામાં ચૂંટણીનો જંગ: ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના મુરતિયા જાહેર કરી પત્તા ખોલ્યા : જુઓ સંપૂર્ણ યાદી
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર : જિલ્લા પંચાયતની ૨૩, તાલુકા પંચાયતની ૧૧૭ અને નગરપાલિકાની ૧૭ બેઠકો પર નામો નક્કી કરાયા

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જામનગર જિલ્લાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સઘન ચર્ચા-વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત માટે ૨૩ બેઠકોના ઉમેદવારો:
જામનગર જિલ્લા પંચાયતની બેઠકો માટે પક્ષે જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાને રાખીને ૨૩ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે:
આમરા: મહેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા
અલીયા: શ્રીમતી વનીતાબેન રાજેશભાઇ ઉધાડ
બેડ: હરેશભાઇ ગોવિંદભાઇ પરમાર
ભણગોર: રાજસીભાઇ જેઠાભાઇ ગોજીયા
ચેલા: શ્રીમતી કલ્પનાબેન જીતેન્દ્ર કણઝારીયા
ધુવાવ: સુનિલ હીરભાઇ રાઠોડ
ધુતારપર: શ્રીમતી મંગુબેન લખમણભાઇ ઠુંગા
બેઠક નં ૮: શ્રીમતી ભાવનાબેન ભરતભાઇ સુરેલા
જોડિયા: રાજેશભાઇ વશરામભાઈ મકવાણા
ખંઢેરા: હરેશભાઇ મૈયાભાઇ જાપડા
ખરેડી: અતુલભાઇ કેશવજીભાઇ કમાણી
ખારવા: શ્રીમતી રંજનબેન યાલજી જીવાણી
ખીમરાણા: શ્રીમતી લક્ષ્મીબેન રાજેશભાઇ ચૌહાણ
લાલપુર: શ્રીમતી વર્ષાબેન તુષારભાઇ માકડીયા
લતીપુર: કલ્પેશભાઇ બાબુભાઇ માલાણી
મોરકંડા: શ્રીમતી લક્ષ્મીબેન નથુભાઇ વારસાકીયા
નવા ગામ: શ્રીમતી સામાબેન સોનિયાભાઈ માવી
નિકાવા: શ્રીમતી મીનાબેન રાજેશભાઇ મારવિયા
પીપરટોડા: શ્રીમતી હેતલબેન ભરતભાઇ અકબરી
પીંઠડ: શ્રીમતી મયુરીબેન મૌલિક ગોધાણી
સતાપર: શ્રીમતી એકતાબેન હર્ષદીપકુમાર સુતરીયા
શેઠવડાળા: પરેશભાઇ ઘેલાભાઇ હીરપરા
સિંગય: પ્રધુમનસિંહ ગુમાનસિંહ ઝાલા
તાલુકા પંચાયત મુજબ ઉમેદવારોની યાદી:
જામનગર જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
૧. જામનગર તાલુકા પંચાયત (૨૬ બેઠકો):
આમરામાં શ્રીમતી નયનાબેન કેતનભાઇ મઘોડીયા, અલીયામાં જયપાલસિંહ મહાવીરસિંહ જાડેજા, બેડમાં શ્રીમતી કુંજલકુવરબા પ્રણવરાજસિંહ જાડેજા, બેરાજામાં શૈલેષભાઇ ચંદુભાઇ સાવલીયા, ચેલામાં શ્રીમતી શોભનાબા ઇન્દ્રતસિંહ ભટ્ટી, દડીયામાં શ્રીમતી હિનાબેન કમલેશભાઇ હરવરા, દરેક મા કંકુબેન કાનાભાઇ ઠુંગા, ઢીચડામાં શ્રીમતી યાસ્મીન બાઉદીન પતાણી, ધુવાવમાં શ્રીમતી મીનાક્ષીબેન કૌશીકભાઈ પરમાર, ધુતારપરમાં શ્રીમતી ગીતાબેન રામજીભાઇ રાઠોડ, દિગ્વિજય ગ્રામમાં મનીષભાઇ ચોથાભાઇ પરમાર, ફલ્લામાં પોપટભાઇ રાણાભાઇ બાંભવા, હર્ષદપુરમાં કિશોરભાઇ બીજલભાઈ બોરીયા, જામ વણથલીમાં નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, જીવાપરમાં શ્રીમતી કસ્તુરબેન ધરમશીભાઇ પરમાર, ખીમરાણામાં તરૂણભાઇ કાન્તીભાઇ વસોયા, લાખાબાવળમાં શ્રીમતી શીતલબા જગદીશસિંહ જાડેજા, મોરકંડામાં શ્રીમતી નિર્મળાબેન પેથાભાઇ પાચલ, મોટી બાણુંગારમાં રાજેશભાઇ રામજીભાઇ ભેસડીયા, મોટી ભલસાણમાં શ્રીમતી મનીષાબેન દિવ્યેશભાઇ સભાયા, મોટી ખાવડીમાં રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, નાઘેડીમાં પ્રવિણભાઈ કાનજીભાઇ ચૌહાણ, નવાનાગનામાં દિનેશભાઇ ભનુભાઇ પરમાર, સચાણામાં ફિરોઝ મહમદ સીદીક ગંઢાર, ઠેબામાં શ્રીમતી જ્યોત્સનાબેન જતીનભાઇ મુંગરા અને વિરપરમાં શ્રીમતી વસંતીબેન અશોકભાઇ દુધાગરાની પસંદગી કરવામાં આવી છે.
૨. જામજોધપુર તાલુકા પંચાયત (૧૪ બેઠકો):
બાલવામાં ગલાભાઇ સેજાભાઇ ગરસર, બુટાવદરમાં શ્રીમતી શીતલબેન કિરણભાઈ ચંદ્રવાડીયા, બેઠક ૩ પર પ્રધુમનસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ગીંગાણીમાં અરવિંદભાઇ કારભાઇ બગડા, જામવાડીમાં શ્રીમતી મધુબેન પ્રવિણભાઇ ચાવડા, માંડાસણમાં શ્રીમતી રેખાબેન ભરતભાઇ કટારા, મોટી ગોપમાં અરશીભાઈ રામસીભાઈ પાથર, સડોદરમાં મહેશભાઇ ગોકળભાઈ હીરપરા, સમાણામાં ચિંતનભાઈ રમણીકભાઇ અજુડીયા, સતાપરમાં કૈલાસભાઈ ગોપાલભાઇ હેરમા, શેઠવડાળામાં શ્રીમતી મધુબાલાબેન જીતેન્દ્રભાઇ જોશી, સીદસરમાં બ્રિજેશભાઇ કાન્તીભાઇ માકડીયા, તરસાઈમાં શ્રીમતી કવિતાબેન ચેતનભાઈ મકવાણા અને વાંસજાળીયામાં શ્રીમતી પૂજાબેન જેઠાભાઈ મોરીને ટિકિટ અપાઈ છે.
૩. કાલાવડ તાલુકા પંચાયત (૧૮ બેઠકો):
આણંદપુરમાં ઉપેન્દ્રભાઇ કેશવજી જેસડીયા, બેરાજામાં શ્રીમતી ચેતનાબેન હિતેશકુમાર સોજીત્રા, છતરમાં શ્રીમતી લક્ષ્મીબેન મુળજીભાઇ ધૈયડા, ધુન ધોરાજીમાં શ્રીમતી અલ્ફીસા અલતાફ મલેક, જશાપરમાં શ્રીમતી મધુબેન ગૌરવભાઈ પાનસુરીયા, કાલમેઘડામાં શ્રીમતી સેજલબેન રમેશભાઇ બથવાર, ખંઢેરામાં શ્રીમતી ડાહીબેન હીરાભાઇ સબાડ, ખરેડીમાં શ્રીમતી જ્યોતિબેન ફકીરભાઈ ભુંડીયા, મકરાણી સાણોસરામાં શ્રીમતી શકુંતલાબેન ગોરજીભાઇ બામથીયા, મોટા વડાળામાં જયદીપભાઇ સામતભાઈ નાગસ, મોટી માટલીમાં રવિભાઈ મગનભાઇ લાઠીયા, મુળીલામાં હરપાલસિંહ મહીપતસિંહ જાડેજા, નાના વડાળામાં ભાવેશભાઇ લખમણભાઇ મારકણા, નાની વાવડીમાં શ્રીમતી હંસાબેન જગદીશભાઇ સાગાણી, નવાગામમાં કનકસિંહ હરિસિંહ જાડેજા, નીકાવામાં શ્રીમતી રસીલાબેન મનસુખભાઇ ગમઢા, પીપરમાં શ્રીમતી હંસાબેન હસમુખભાઇ રાંક અને પીઠડીયામાં શ્રીમતી ભાનુબેન રાજેશભાઇ દોમડીયા ઉમેદવાર છે.
૪. લાલપુર તાલુકા પંચાયત (૧૭ બેઠકો):
આરબુલસમાં શ્રીમતી માધવીબા કરણસિંહ જાડેજા, ભણગોરમાં શ્રીમતી માયાબેન નાજાભાઇ રાતડિયા, ગોવાણામાં શ્રીમતી નીતાબેન હિતેશભાઇ બંધીયા, હરીપરમાં શ્રીમતી પ્રજ્ઞાબેન હિતેશભાઇ કોટડીયા, કાનાલુસમાં શ્રીમતી ભૂમિકાબેન નિલેશગીરી ગોસ્વામી, ખડબા મોટામાં શ્રીમતી મેનાબેન રાજુભાઇ ઝૂઝા, બેઠક ૭ પર મચ્છાભાઈ કરમશીભાઈ ગમારા, લાલપુર-૧ માં શ્રીમતી બાલુબેન નારણભાઇ આઇડી, લાલપુર-૨ માં શ્રીમતી ક્રિષ્નાબેન અશ્વિનભાઇ વાડોલીયા, લાલપુર-૩ માં રામલાલ કારાભાઇ વરાણીયા, મોડપરમાં શ્રીમતી મિતલબેન પાલાભાઇ નંદાણીયા, નાંદુરીમાં લખમણભાઈ માંડણભાઇ વરૂ, પડાણામાં કમલેશભાઇ માધાભાઇ મકવાણા, રાકુદળ નાનીમાં અશોકભાઇ અરજણભાઈ સોનગરા, રીંજપરમાં જગદીશભાઇ કરશનભાઇ વસરા, સીંગચમાં શ્રીમતી હિમાબેન રાયમલભાઈ મોરી અને ઝાંખરમાં શ્રીમતી દક્ષાબા પ્રવિણસિંહ જાડેજા મેદાનમાં છે.
૫. ધ્રોલ તાલુકા પંચાયત (૧૫ બેઠકો):
ભેંસદડમાં પ્રવિણકુમાર પરસોત્તમભાઇ લીંબાસિયા, બેઠક ૨ પર શ્રીમતી સરોજબેન (સેજલબેન) ભીમજીભાઇ તરપદા, હાડાટોડામાં શ્રીમતી ભગવતીબેન દિનેશભાઈ રામાણી, હમાપરમાં શ્રીમતી જલ્પાબેન વિશાલભાઇ શિયાર, જાલીયાદેવાણીમાં શ્રીમતી નયનાબેન વિનોદભાઇ લિંબડીયા, જાયવામાં શ્રીમતી રમાબેન હરીલાલ પરમાર, બેઠક ૭ પર શ્રીમતી સવિતાબેન વીરજીભાઈ વાઘેલા, ખારવામાં ભીમાભાઇ બાબુભાઇ મુંધવા, ખેંગારકામાં બેચરભાઇ કાલાભાઈ ટોરિયા, લતિપુર-૧ માં શ્રીમતી શિલ્પાબેન શામજીભાઇ વાઘેલા, લતિપુર-૨ માં હેમંતભાઇ શામજીભાઈ પીપરીયા, લતિપુર-૩ માં ચેતનભાઇ પ્રવિણભાઇ વાડોદરીયા, નથુવડલામાં વિજયકુમાર ઠાકરશીબભાઇ કાસુંન્દરા, વાગુદડ મોટામાં શ્રીમતી હર્ષાબા અનિરૂધ્ધસિંહ જાડેજા અને વાંકીયામાં શ્રીમતી ઉર્મિલાબેન રાજેશભાઇ દલસાણિયાની પસંદગી કરાઈ છે.
૬. જોડીયા તાલુકા પંચાયત (૧૬ બેઠકો):
બાલાચડીમાં શ્રીમતી હેમાક્ષીબા યુવરાજસિંહ જાડેજા, બાલંભામાં ચેતનભાઇ માધવજીભાઇ રામપરીયા, ભાદરામાં શ્રીમતી વૈશાલીબેન મયુરભાઇ ચણીયારા, બેઠક ૪ પર શ્રીમતી બીનાબેન વિજયકુમાર ધાનાણી, હડિયાણામાં શ્રીમતી પ્રવિણાબેન ભાવેશભાઇ કાનાણી, જોડિયા-૧ માં શ્રીમતી શ્વેતાબેન વિજયભાઇ છત્રોલા, જોડિયા-૨ માં શ્રીમતી બાલુબેન મંગાભાઇ ધ્રાગીયા, જોડિયા-૩ માં ઇમરાન સિદ્દિકભાઇ સમેજા, કેશીયામાં યતીશ્વરભારથી બચુભારથી ગોસ્વામી, ફુનડમાં ભરતભાઇ ભવાનભાઇ સંતોકી, માધાપરમાં અશોકભાઈ મગનલાલ પોરીયા, મેઘપરમાં દયાળભાઇ ગોવિંદભાઇ ટાંક, પીઠડમાં શ્રીમતી રીટાબેન રસિકલાલ પઢીયાર, રશનાળમાં શ્રીમતી બીનાબા રઘુવીરસિંહ જાડેજા, તારાણામાં શ્રીમતી લક્ષ્મીબેન નાગાજણભાઇ પીઠમલ અને વાવડીમાં શ્રીમતી શીતલબેન પ્રવિણભાઇ મરવાણીયા ચૂંટણી લડશે.
સિક્કા નગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારો
સિક્કા નગરપાલિકામાં વિવિધ વોર્ડ માટે ૧૭ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે:
વોર્ડ નં. ૧ માં સીટ ૩ પર હાસમભાઇ સિધિકભાઈ સંધાર અને સીટ ૪ પર હેમંતસિંહ અમરસંગ જેઠવા. વોર્ડ નં. ૨ માં સીટ ૪ પર કાસમ અબુ ભખર સુમ્ભણીયા અને સીટ ૧ પર શ્રીમતી હુસેનાબેન બિલાલભાઇ સુમ્ભણીયા. વોર્ડ નં. ૩ માં સીટ ૨ પર શ્રીમતી મુમતાબેન અબ્દુલભાઈ મેપાણી અને સીટ ૩ પર અનવરભાઇ જાકુબભાઇ હુંદડા. વોર્ડ નં. ૪ માં સીટ ૪ પર કાદરી અબ્દુલ કાદર, સીટ ૩ પર ગૌતમ અરજણ પરમાર અને સીટ ૪ પર શિવપુરી નથુપુરી ગોસ્વામી. વોર્ડ નં. ૫ માં સીટ ૩ પર હેમતલાલ હરીલાલ કેસુર અને સીટ ૪ પર ઇસ્માઇલ કાસમ બેલાઇ. વોર્ડ નં. ૬ માં સીટ ૧ પર શ્રીમતી જ્યોત્સનાબેન પ્રવિણભાઇ હોરિયા, સીટ ૨ પર શ્રીમતી જ્યોતિબા વીરેન્દ્રસિંહ વાઢેર અને સીટ ૩ પર હેમાંગ સંજયભાઇ ત્રિવેદી. વોર્ડ નં. ૭ માં સીટ ૧ પર શ્રીમતી અંજલીબા અજયસિંહ ચુડાસમા, સીટ ૨ પર શ્રીમતી મીનાબેન હસમુખભાઇ પરમાર અને સીટ ૩ પર દુલાભાઇ દેવાભાઇ જામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
