<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકા માટે ૧૬ વોર્ડના ૬૪ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત : પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણ લિસ્ટ

જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ જામનગરના તમામ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણો અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપી યાદી જાહેર કરવામાં આવી

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ સંદર્ભે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ જામનગરના ૧૬ વોર્ડ માટે કુલ ૬૪ ઉમેદવારોના નામો પર મહોર મારવામાં આવી છે. આ યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ મુજબના ઉમેદવારોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

વોર્ડ નંબર ૧ થી ૫ ના ઉમેદવારો
વોર્ડ નંબર ૧ માં ઝરીનાબેન હાજીભાઇ શુભાણીયા, શારા અમર ચમડીયા, ઇસ્માઈલ કાદર માણેક અને અમર મહેન્દ્રભાઈ મોદીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં શ્રીમતી કમળાબેન આલાભાઈ મકવાણા, યોગીતાબા દિલીપસિંહ જાડેજા, રિધ્ધીશ વાસુરભાઈ ડેર અને જયરાજસિંહ અનોપસિંહ જાડેજા ચૂંટણી લડશે. વોર્ડ નંબર ૩ માં શ્રીમતી હેતલબેન ગિરીશભાઈ અમેથીયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, રાજેશ મનોજભાઈ યાદવ અને સુભાષભાઈ ગીરજાશંકર જોશીના નામ જાહેર કરાયા છે. વોર્ડ નંબર ૪ માં નિશા શૈલેન્દ્ર અસ્વાર, શ્રીમતી સોનલબેન મહાવીરસિંહ રાણા, આલાભાઈ કાંધાભાઈ ભારાઈ અને જીતેશભાઈ વિનોદભાઈ શીંગાળા મેદાનમાં છે. વોર્ડ નંબર ૫ માટે નિતાબા ગુલાબસિંહ જાડેજા, નિકીતા કેતન કોટક, મિથિલ મનુભાઈ માડમ અને આશિષભાઈ મનુભાઈ જોષીની પસંદગી કરવામાં આવી છે.

વોર્ડ નંબર ૬ થી ૧૦ ના ઉમેદવારો
વોર્ડ નંબર ૬ માં જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલા, નિશા નરેશભાઈ ધવલ, રાજૂ હમીરભાઈ કરમૂર અને દિપકસિંહ અવધેશસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર ૭ માં શ્રીમતી શિતલબેન અજયભાઈ વાઘેલા, શ્રીમતી જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર, રાકેશભાઈ બાબુભાઈ ડેર અને સંજય બચુભાઇ મુંગરાનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૮ માં તૃપ્તિ સુનિલ ખેતીયા, સંગીતા અંશ ગુઢકા, યોગેશભાઈ વિરજીભાઈ કણજારીયા અને મિલન ચંદુલાલ સભાયા ચૂંટણી લડશે. વોર્ડ નંબર ૯ માં ધર્મિનાબેન ગુણવંતભાઇ સોઢા, શ્રીમતી મોનિકાબેન હેમેન્દ્રભાઇ વ્યાસ, દર્શન રાજેન્દ્રભાઈ શેઠ અને ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણીને મેદાનમાં ઉતારાયા છે. વોર્ડ નંબર ૧૦ માટે આશાબેન નટુભાઈ રાઠોડ, શ્રીમતી મંજુબેન નરસિંહભાઈ બાંભણીયા, સંજય ચતુરભાઇ દાઉદીયા અને નિલેશ હરગોવિંદભાઈ હાડાના નામની જાહેરાત થઈ છે.

વોર્ડ નંબર ૧૧ થી ૧૬ ના ઉમેદવારો
વોર્ડ નંબર ૧૧ માં શ્રીમતી હેતલબેન દિપેશભાઈ નકુમ, શ્રીમતી નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ અને પૂર્વેશ ચંદ્રકાન્તભાઇ પરમાર ઉમેદવારી નોંધાવશે. વોર્ડ નંબર ૧૨ માં મક્સુદ અબ્બાસ કુરેશી, રઉફ અલારખાભાઈ ગઢકાઈ, શ્રીમતી રંજનબેન ડાહ્યાલાલ નકુમ અને તસ્લીમ અનવરભાઈ કુરેશીની પસંદગી થઈ છે. વોર્ડ નંબર ૧૩ માં શ્રીમતી પ્રવિણાબેન જેરામભાઈ રૂપડિયા, શ્રીમતી બબિતાબેન મુકેશભકુમાર લાલવાણી, અમર ઈશ્વરભાઈ કનખરા અને ધવલ પ્રભુભાઇ નાખવા ભાજપના ચહેરા હશે.

વોર્ડ નંબર ૧૪ માં શ્રીમતી રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા, શર્મીલા જીતેન્દ્ર નંદા, મનિષ પરસોત્તમભાઈ કટારીયા અને સુરેશ રામજીભાઈ કટારમલ (આલારીયા) નામો જાહેર કરાયા છે. વોર્ડ નંબર ૧૫ માં શ્રીમતી રમીલાબેન રવજીભાઇ કણજારીયા, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, જયસુખભાઈ નાધાભાઈ ડોલરીયા અને દિપક રામજીભાઈ શ્રીમાળી ચૂંટણી જંગમાં ઉતરશે. અંતે, વોર્ડ નંબર ૧૬ માં ખ્યાતિ મયુરભાઈ મુંગરા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, ધનજીભાઈ નાનજીભાઈ કછટીયા અને પાર્થ પરસોત્તમભાઈ કોટડીયાના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે.

વિગતવાર લિસ્ટ જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...

 

(10:05 PM IST)