<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કલ્યાણપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ગાબડું : 2 પૂર્વ સદસ્ય સહિત 15 કાર્યકરો ભાજપમાં જોડાયા

. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાયા છે. કલ્યાણપુર તાલુકા પંચાયતના બે પૂર્વ સદસ્યો રાજાભાઈ પોસતરીયા અને વિજયસિંહ જાડેજાએ કોંગ્રેસને રામ-રામ કરી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ બંને દિગ્ગજ નેતાઓ સાથે અન્ય 15 જેટલા સક્રિય કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી પહેલા કોંગ્રેસના મજબૂત ગણાતા કાર્યકરો કેસરિયા ધારણ કરતા કલ્યાણપુર પંથકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

 

(12:23 AM IST)