તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ઉપલેટામાં ભાજપના ગઢમાં મોટું ગાબડું : 30 વર્ષ જૂના સાથી મનસુખભાઈ કથીરિયાએ છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા
મેરવદરના પ્રતિષ્ઠિત ચહેરા અને તેમના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ઉપલેટા પંથકમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો

રાજકોટના ઉપલેટા તાલુકા ભાજપમાં ચૂંટણી પૂર્વે મોટું ભંગાણ સર્જાયું છે. મેરવદર ગામના સરપંચ અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા મનસુખભાઈ કથીરિયાએ 30 વર્ષનો ભાજપ સાથેનો છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા અને તાલુકા સંઘમાં પ્રતિનિધિત્વ ધરાવતા મનસુખભાઈના પત્ની ગીતાબેન કથીરિયાએ પાનેલી જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભરી દીધું છે. મેરવદરના પ્રતિષ્ઠિત ચહેરા અને તેમના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ઉપલેટા પંથકમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
