<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજકીય અપસેટ

વાડીનાર તથા ધરમપુર જિલ્લા પંચાયતની બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારને બદલે બીજા ઉમેદવારોને ફોર્મ ભરવા પ્રભારીઓ દ્વારા આદેશ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજકીય અપસેટ સર્જાયો છે.

        વાડીનાર તથા ધરમપુર જિલ્લા પંચાયતની બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારને બદલે બીજા ઉમેદવારોને ફોર્મ ભરવા વહેલી સવારે 03:00 વાગ્યે પ્રભારીઓ દ્વારા આદેશ આપવામાં આવતા તથા ભારે ચકચાર જાગી છે.

        ઉમેદવારના ફેરબદલનો મુદ્દો  એકાદ જગ્યાએ ગંભીર બને તો નવાઈ નહીં ભાજપના હોદ્દેદારો દ્વારા ફોન રીસીવ ન થતા ભારે ચર્ચા છે.

(9:28 AM IST)