News of Saturday, 11th April 2026
ભાજપ દ્વારા હળવદ તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કર્યા
ઉમેદવારોની પરિચય બેઠક બાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રો રજૂ

( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૧૧: ગાંધીનગર ખાતે ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટલી સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ડો.પ્રશાંત કોરાટ દ્વારા મોરબી જિલ્લા પંચાયત અને હળવદ તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
તાલુકા પંચાયતના ઉમેદવારોમાં અજીતગઢઃ રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલ, ચરાડવાઃ રમેશભાઈ પિતામ્બરભાઈ સોનગ્રા, ચુપણીઃ પુરીબેન ભીમાભાઈ ઉઘરેજા , દિઘડીયાઃ વિલાસબેન બળદેવભાઈ કાંજિયા, ઘનશ્યામપુરઃ શિતલબેન અનિલભાઈ દલવાડી, ઈશનપુરઃ સુનિતાબેન રણજીતભાઈ સુરેલા, જુના દેવળીયાઃ અલ્પાબેન અરવિદભાઈ કોળી, કડીયાણાઃ રમેશભાઈ કાંતીભાઈ ઝીંઝુવાડીયા, કવાડીયાઃ નીરૂબેન ભુપતભાઈ લીલાપરા, માલણીયાદ મનસુખભાઈ હરજીભાઈ કણજારીયા, માથક કુલદિપસિંહ રાજેશભાઈ ટાંક, મયુરનગરઃ હંસાબેન રાઠોડ, નવા દેવળીયાઃ યોગેશભાઇ દલસુખભાઈ ભોરાણીયા, નવા ધનશ્યામગઢ હિરેનભાઈ મોતીલાલ માકાસણા, રણમલપુરઃ દેવકરણભાઈ કેશવભાઈ પારેજિયા રણછોડગઢઃ લખમણભાઈ કાળુભાઈ દવસાણિયા, રાણેકપરઃ શિલ્પાબેન અનિલભાઈ બાબરિયા, રાતાભેર જ્યોતષનાબેન ગણેશભાઈ પટેલ, સાપકડાઃ નિતાબા પ્રધ્યુમનસિહ ઝાલા, ટીકર(રણ) કવિતાબેન ભાવેશભાઈ હડિયાલનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લા પંચાયતના ઉમેદવારો (હળવદમાં આવતી પાંચ બેઠક)માં ૧-ચરાડવાઃમાવજીભાઈ માકાસણા કચરાભાઈ, ૨-ઘનશ્યામપુર ભગવતીબેન ગીરીશભાઈ લકુમ, ૩-માથકઃ કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા, ૪-સાપકડા દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા, ૫-ટીકર (રણ) ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયાનો સમાવેશ થાય છે
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
