તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
આ મિરઝાપુર નહી મહારાજા ભગવતસિંહનું ગોંડલ છે.જયરાજસિંહ જાડેજાનો લલકાર
ગોંડલમાં ભાજપનું જબરદસ્ત શક્તિ પ્રદર્શનઃ મહારેલી યોજાઈઃ હજારો કાર્યકરો જોડાયાં: ગોંડલને બદનામ કરતા બહારના લોકોને આ જડબાતોડ જવાબ છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૧: ગોંડલ નગરપાલિકા,તાલુકા જીલ્લા પંચાયત ની ચુંટણીઓ આગામી તા.૨૬ નાં યોજાનાર છે.ત્યારે પ્રચાર નાં શ્રીગણેશ કરતા ભાજપ દ્વારા ગઇકાલ શુક્રવાર નાં વિશાળ રેલી નું આયોજન કરાયું હોય કેસરીયો માહોલ સર્જાયો હતો.પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,ધારાસભ્ય ગીતાબા તથા યુવા આગેવાન ગણેશભાઈ જાડેજાનાં નેતૃત્વ માં યોજાયેલી મહારેલી જેતપુર રોડ દાસીજીવણ પાર્ટી પ્લોટ થી સવારે પ્રસ્થાન થઇ હતી.જેવા વિશાળ સંખ્યા માં બાઇક તથા ગાડીઓ સાથે કાર્યકરો જોડાયા હતા.ભાજપની મહારેલીને કારણે જેતપુર રોડ, બસસ્ટેન્ડ રોડ,માંડવીચોક પર ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.રેલી બસસ્ટેન્ડ રોડ, કૈલાશબાગ, ગુંદાળા દરવાજા,ડો.આંબેડકરની પ્રતિમા થઇ કડીયાલાઈન, માંડવીચોકથી કોલેજ ચોક પંહોચી વિસર્જન પામી હતી.
મહારેલીને લઈને માર્ગો પર કેશરીયો માહોલ સર્જાયો હતો. રેલીમાં કાર્યકરો, આગેવાનો ઉપરાંત શહેર, તાલુકા નાં લોકોની વિશાળ સંખ્યાને લઇ ને પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લલકાર સાથે જણાવ્યું કે છેલ્લા બે વર્ષ થી બહાર નાં લોકો દ્વારા ગોંડલ ને જે રીતે બદનામ કરાઇ રહ્યુ છે તેનો આ જવાબ છે.લોકોનો ઉત્સાહ જોતા આગામી તા.૨૮ નાં જવાબ મળી જશે કે આ મિરઝાપુર નહી પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહનું ગોંડલ છે.
રેલીમાં અશોકભાઈ પીપળીયા, પીન્ટુભાઇ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, રીનાબેન ભોજાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, મહામંત્રી જેકીભાઈ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહીત આગેવાનો જોડાયા હતા.આજે પ્રાંત કચેરીએ ભાજપનાં તમામ ૪૪ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
