<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ગોંડલના જામવાડીમાં ગાંજાના જથ્‍થા સાથે આશીફ ઠેબા પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

ર.૬ કિલો ગાંજાનો જથ્‍થો સહિત ૧.૬૧ લાખનો મુદામાલ કબ્‍જેઃ સપ્‍લાયર જયરાજ ચૌહાણની શોધખોળ તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧: ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્‍તારમાં રૂરલ એસઓજીને દરોડો પાડી એક લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો જયારે સપ્‍લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવળર્તી સદંતર નાબુદ કરવા રૂરલ સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને રૂરલ એસઓજીની ટીમે ગોંડલ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ જામવાડી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપની પાછળની ગલીમાં એક ઇસમ એકટીવા લઇ શંકાસ્‍પદ હાલતમાં પસાર થતા તે એકટીવા ચાલકને રોકી એકટીવાની ડેકી ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે એકટીવાની ડેકીમાં વનસ્‍પતિજન્‍ય માદક પદાર્થ ગાંજો હોવાની કબુલાત આપતા તેના સામે ગોંડલ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્‍ટ મુજબનો ગુનો દાખલ કરાવ્‍યો હતો. રૂરલ એસઓજીએ ર.૬ કિલો ગાંજો, એકટીવા અને મોબાઇલ સાથે આરોપી આસીફભાઇ ઉર્ફે ભત્રીજો સ/ઓ હાજીભાઇ ઠેબા રે. ગોંડલ, વોરા કોટડા રોડ, પંચપીરની દરગાહ (ધાર) પાસે, તા.ગોંડલને પકડી પાડી પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્‍થો જયરાજ જુવાનસંગ ચૌહાણ રે. ભોજરાજપરા, તા.ગોંડલએ આપ્‍યો હોવાની કેફીયત આપતા જયરાજની શોધખોળ હાથ ધરાઇ છે. પકડાયેલ આશીફ નામે અગાઉ ગોંડલમાં દારૂનો ગુન્‍હો નોંધાયો છે. આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો.ઇન્‍સ.  એફ.એ.પારગી, પો.સબ.ઇન્‍સ. જી.જે. ઝાલા, પો.સબ.ઇન્‍સ. શ્રી પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી(સર્ચ પાર્ટી), રૂપકભાઇ બોホા(સર્ચ પાર્ટી), પો.હે.કો. ક્રિપાલસિંહ જાડેજા(સર્ચ પાર્ટી), પિયુષભાઇ અઘેરા, નૈમિષભાઇ મહેતા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળિયા, અ.પો.કો. પળથ્‍વિરાજસિંહ ડોડિયા(સર્ચ પાર્ટી), રણજીતભાઇ ધાંધલ, વિજયગિરી ગોસ્‍વામી, વિપુલ ગોહેલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા દ્વારા કરવામાં આવેલ છે

(1:40 PM IST)