તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th April 2026
ભૂજમાં સસ્તુ સોનુ આપવાની લાલચે ઠગાઇ કરનાર ઝડપાયા

ભુજ, તા. ૧૧: ગઇ તા.૦૯/૦૪/૨૦૨૬ ના આરોપીઓ (૧) રાહુલ સોની ઉર્ફે અલ્તાફ હુશેન જત રહે.ગાંધીનગરી ભુજ તથા (૨) હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી ભુજ વાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરુ રચી બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી ભરોસો કેળવી ફરીયાદી પાસેથી સને-૨૦૨૪ ના વર્ષમાં અલગ-અલગ સમયે રૂ. ૭૫,૦૦,૦૦૦/- લઇ બે સોનાના કિં.રૂ.૧૪,૦૦,૦૦૦/- ના બિસ્કીટ આપી બાકીના રૂ.૬૧,૦૦,૦૦૦/- નુ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પヘમિ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એચ. શીણોલએ માર્ગદર્શન આપેલ હોય. જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ધર્મેદ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, સુનીલભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ ચૌધરીનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓની હકીકત આધારે બન્ને આરોપીઓને ધોરણસર અટક કરી ઠગાઇ કામે મેળવેલ રૂપીયા પૈકી રૂ.૫૨,૦૦,૦૦૦/- રીકવર કરેલ છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
