<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાજકીય ભૂકંપ : રવિરાજસિંહ જાડેજાનું નામ કપાયું : બહાદુરસિંહ વાઢેરે ‘‘આપ''માંથી ફોર્મ ભર્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીાય, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાડીનાર સીટ પર રાજકીય ભૂકંપ ગઈકાલે આ બેઠક પર રવીરાજસિંહ રાજભા જાડેજા નું નામ ભાજપે જાહેર કરેલું તે પછી વહેલી સવારે ચાર વાગ્‍યે આ નામ ચેન્‍જ થતા અને આ વિસ્‍તારના અગ્રણી સી.આર જાડેજાના ભત્રીજા લાલાભાઇને ટિકિટ ભરવા માટે ભાજપ  પ્રભારીએ જાણ કરતા મોટી સંખ્‍યા માટે ટેકેદારો સાથે આવેલા રવિરાજસિંહ જાડેજાના સમર્થકો માં સન્નાટો છવાઈ ગયો હતો અને તેમણે ભાજપની આદેશ માન્‍ય ગણી અને ટિકિટ  છોડી દીધી હતી પરંતુ વાડીનાર વિસ્‍તારમાં ભારે દેકારો બોલી જતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ વાઢેર કે જેવોરાજપૂત અગ્રણી છે તથા તેમના ધર્મપત્‍ની પૂર્વ જિલ્લા પંચાયત દ્વારકા ના ઉપપ્રમુખ રહી ચૂકયા છે તેઓ એ ભાજપ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં થી ટિકિટ મેળવી અને ફોર્મ ભરવાની  જિલ્લા પંચાયત એ આવતા ભારે દેકારો મચી ગયો છે તથા ભાજપમાં ભારે સોંપો પડી ગયા ની સ્‍થિતિ થઈ છે.

કેમકે અહીં હવે ત્રણ રાજપુત ઉમેદવારો થશે અને આ વાડીનાર પટ્ટી મુસ્‍લિમ બહુમતી ધરાવતો વિસ્‍તાર છે જેથી મુસ્‍લિમ જેના તરફ કળશ ઢોળશે તે જિલ્લા પંચાયત સીટના વિજેતા થશે એ ફાઇનલ ગણાય છે ભાજપ દ્વારા પ્રથમ ટિકિટ ફાળવવામાં નામ આપી પછી પાછળથી કાઢી દેવામાં આવવાની બાબત એ પણ દ્વારકા જિલ્લામાં ત્રણેક કિસ્‍સાઓમાં સમગ્ર જિલ્લામાં અને રાજ્‍યમાં પણ ભારે ચર્ચા બની છે

(3:35 PM IST)