News of Sunday, 12th April 2026
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પોલીસ એક્શન મોડમાં: બે કુખ્યાત પ્રોહીબિશન બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી
નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર ત્રાટકી ક્રાઈમ બ્રાન્ચ: મુર્તુજા ઉર્ફે લાડુ પઠાણ અને ઈનાયત ઉર્ફે ટાઈગર મસીયાની ધરપકડ કરી સુરત અને વડોદરાની જેલમાં ધકેલાયા

જામનગર:જામનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન:
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય (IPS) તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) દ્વારા આપવામાં આવેલ કડક સૂચનાઓના પગલે એલ.સી.બી. (LCB) પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા સહિતની ટીમે પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું:
પોલીસ વિભાગ દ્વારા પ્રોહીબિશનના ગુનાઓમાં અગાઉ સંકળાયેલા બે શખ્સો સામે પાસા (PASA) હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી.પંડયા (IAS) ને મોકલવામાં આવતા, તેમણે આ ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈસ્યુ કર્યા હતા. જેની બજવણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા અને સુરેશભાઇ માલકીયા દ્વારા કરવામાં આવી હતી.
અટકાયત કરાયેલ શખ્સોની વિગત:
મુર્તુજાભાઇ ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ પઠાણ (ઉં.વ. ૩૦): રહેવાસી - નાગેશ્વર કોલોની, રામ મંદિર વાળી ગલી, ખેતાણી ટાઇલ્સ સામે, જામનગર. આ શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશનના ૪ ગુના નોંધાયેલા છે. તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
ઇનાયતભાઇ ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમભાઇ નાથાભાઇ મસીયા (ઉં.વ. ૨૬): રહેવાસી - કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ, સનસીટી-૨ ની બાજુમાં, જામનગર. આ શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશનના ૩ ગુના નોંધાયેલા છે. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. વી.બી.ચૌધરી, પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના હીરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, નિર્મળસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, ધનશ્યામભાઇ ડેરવાડીયા, મયુદીનભાઇ સૈયદ, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ એન.જાડેજા, ભરતભાઇ ડાંગર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, દયારામ ત્રિવેદી, ધમેન્દ્રસિંહ જાડેજા અને બિજલભાઇ બાલસરા જોડાયા હતા.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
