<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઓખાના દરિયાઈ પટ્ટામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારીનું એક કૌભાંડ ઝડપાયું

ઓનલાઈન ટોકન અને જરૂરી રજીસ્ટ્રેશન કાગળો વિના દરિયો ખેડતી એક બોટને SOGની ટીમે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઓખાના દરિયાઈ પટ્ટામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારીનું એક કૌભાંડ ઝડપાયું છે. ઓનલાઈન ટોકન અને જરૂરી રજીસ્ટ્રેશન કાગળો વિના દરિયો ખેડતી એક બોટને SOGની ટીમે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકા SOGની ટીમ દરિયાઈ પટ્ટામાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહી હતી, ત્યારે ઓખાની દામજીભાઈ જેટી પાસે એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. પોલીસે માછીમાર લતીફ બંદરીની આ બોટને અટકાવીને સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ બોટ પાસે સરકાર માન્ય કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન કાગળો કે દરિયો ખેડવા માટે અનિવાર્ય એવું ઓનલાઈન ટોકન ઉપલબ્ધ નહોતું.

દરિયાઈ કાયદા મુજબ, કોઈપણ માછીમારે દરિયામાં જતા પહેલા મત્સ્યોદ્યોગ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ પાસેથી ઓનલાઈન ટોકન લેવું ફરજિયાત છે. કાગળો કે ટોકન વગર દરિયો ખેડવો એ માત્ર કાયદાકીય ગુનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ગણાય છે.

 

(5:45 PM IST)