News of Sunday, 12th April 2026
ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં – 7માં ભાજપના બે મહિલા ઉમેદવાર, પાયલબેન પીપળીયા અને મનિષાબેન ગોવાણી બિનહરીફ
કોંગ્રેસને તમામ બેઠકો પર ઉમેદવાર ના મળતા 44 માંથી માત્ર 40 બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી: વોર્ડ – 7માં કોંગ્રેસે કોઈ મહિલા ઉમેદવાર ન ઉતારતા ભાજપને સીધો ફાયદો થયો

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના શ્રીગણેશમાં જ ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નં – 7માં ભાજપના બે મહિલા ઉમેદવાર, પાયલબેન પીપળીયા અને મનિષાબેન ગોવાણી બિનહરીફ બન્યા છે. કોંગ્રેસને તમામ બેઠકો પર ઉમેદવાર ના મળતા 44 માંથી માત્ર 40 બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ – 7માં કોંગ્રેસે કોઈ મહિલા ઉમેદવાર ન ઉતારતા ભાજપને સીધો ફાયદો થયો છે ભાજપ દ્વારા શહેરના તમામ 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટીએ નગરપાલિકામાં માત્ર બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15મી એપ્રિલ છે, ત્યારબાદ જ ચૂંટણીનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
