<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

જામનગર એલસીબીનો મયુરપાર્ક સોસાયટીમાં સપાટો : પોલીસ ઇન્સ્પેક્ટર વી બી ચૌધરી અને પીએસઆઈ એમ વી ભાટીયાની ટીમે પાંચ જુગારીઓને પકડી પાડ્યા

ક્રિપાલસિંહ જાડેજા અને અજયભાઇ વીરડા સહિતના સ્ટાફે નરેન્દ્રસિંહ ઝાલા તથા ભરતસિંહ વાઘેલાના જુગારધામ પર દરોડો પાડી રોકડ અને વાહન સહિત પોણા બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

જામનગર:રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા મળેલી સૂચનાના આધારે જામનગર જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ જિલ્લામાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા આદેશો આપ્યા હતા. આ આદેશોના પગલે એલસીબી પોલીસ ઇન્સપેક્ટર વી બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો સ ઇ એમ વી ભાટીયા અને તેમનો સ્ટાફ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા અને ભયપાલસિંહ જાડેજાને ચોક્કસ ખાનગી હકીકત મળી હતી કે સમર્પણ સર્કલ પાસે આવેલી મયુરપાર્ક સોસાયટી શેરી નંબર 5 માં રહેતો નરેન્દ્રસિંહ જીલુભા ઝાલા તેના પાડોશી મિત્ર ભરતસિંહ બાલુભા વાઘેલા સાથે મળીને બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડે છે. આ શખ્સો પોતાના અંગત ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.

 

પકડાયેલ મુદ્દામાલ અને કાર્યવાહી:

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 31,700, કુલ 5 મોબાઈલ ફોન (કિંમત રૂપિયા 16,000) અને 5 મોટરસાયકલ (કિંમત રૂપિયા 1,50,000) મળી કુલ રૂપિયા 1,97,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સુમીતભાઇ શિયારએ ફરિયાદ રિપોર્ટ આપતા પીએસઆઈ એમ વી ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પકડાયેલ આરોપીઓની યાદી:

પોલીસે નીચે મુજબના પાંચ શખ્સોની ધરપકડ કરી છે:

  ભરતસિંહ બાલુભા વાઘેલા: ઉંમર 52, વેપાર, રહે. મયુરપાર્ક સોસાયટી શેરી નંબર 5, જામનગર.

  સુરજભાઇ જમનાદાસભાઇ બખતીયાપુરી: ઉંમર 65, વેપાર, રહે. મયુરગ્રીન સોસાયટી, જામનગર.

  પ્રવિણસિંહ અભેસિંહ રાઠોડ: ઉંમર 53, મજૂરી, રહે. શાંતીનગર શેરી નંબર 7, જામનગર.

  રાજેશભાઇ જગજીવનભાઇ નંદા: ઉંમર 58, વેપાર, રહે. પવનચકી નીચે, જામનગર.

  શાંતીલાલ વિરજીભાઇ ગજરા: ઉંમર 48, રહે. દિ. પ્લોટ 49, જામનગર.

 

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરીમાં એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, અરજણભાઈ કોડીયાતર, હિરેનભાઇ વરણવા, ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઇ શીયાર, મયુદીનભાઈ સૈયદ, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, રૂષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી તથા બીજલભાઇ બાલાસરા અને સુરેશભાઇ માલકિયા જોડાયા હતા.

(9:48 PM IST)