News of Sunday, 12th April 2026
દેવભૂમિ દ્વારકા SOGની ઓખામઢી દરિયામાં 8 નોટિકલ માઈલ દૂર રેઇડ:ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી 55 માછીમારી બોટ સામે કાર્યવાહી
તપાસમાં 13-13 બોટોના 3 જુદા જુદા ગ્રુપ તેમજ અન્ય 15 બોટોનું એક ગ્રુપ બનાવી એમ કુલ 55 બોટો સામે કાર્યવાહી : નફો મેળવવાની લાલચમાં સમુદ્રી જીવસૃષ્ટિ અને નિયમોને નેવે મૂકનારા તમામ બોટ માલિકો અને ટંડેલો સામે હવે કાયદાનો સકંજો કસાયો

દેવભૂમિ દ્વારકા: દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર માછીમારી રોકવા માટે SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ બાતમીને આધારે SOGએ ઓખામઢીના દરિયાઈ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરી 'લાઈન ફિશિંગ' કરતી કુલ 55 માછીમારી બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહી બાદ અન્ય માછીમારોમાં ફફળાટ ફેલાયો છે.
વિગતો મુજબ, SOGને ખાનગી બાતમી મળી હતી કે, ઓખામઢીના દરિયામાં કેટલીક બોટો ગ્રુપ બનાવીને લાઈન ફિશિંગ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી બોટ ભાડે કરી દરિયામાં 8 નોટિકલ માઈલ સુધી અંદર પહોંચી હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે, બોટ માલિકોની સૂચનાથી ટંડેલો વધુ માછલીઓ પકડવાની લાલચે જોખમી રીતે લાઈન ફિશિંગ કરી રહ્યા હતા.
તપાસમાં 13-13 બોટોના 3 જુદા જુદા ગ્રુપ તેમજ અન્ય 15 બોટોનું એક ગ્રુપ બનાવી એમ કુલ 55 બોટો એકબીજા સાથે જોડાઈને સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે તે રીતે લાઈન ફિશિંગ કરી રહી હતી. આ માછીમારોએ ફિશરીઝ એક્ટ નિયમનો ભંગ કર્યો છે. વધુ નફો મેળવવાની લાલચમાં સમુદ્રી જીવસૃષ્ટિ અને નિયમોને નેવે મૂકનારા તમામ બોટ માલિકો અને ટંડેલો સામે હવે કાયદાનો સકંજો કસાયો છે.
દેવભૂમિ દ્વારકા SOGએ પૂર્વ બાતમીને આધારે ઓખામઢીના દરિયામાં 8 નોટિકલ માઈલ દૂર આ કાર્યવાહી કરી છે. SOG પોલીસે મધદરિયે રેઇડ પાડી 'લાઈન ફિશિંગ' કરતી કુલ 55 માછીમારી બોટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, ત્યારે પોલીસની આ કાર્યવાહીથી આ 55 માછીમારીની જેમ આવી જ રીતે ગેરકાયદે ફિશિંગ કરતા અન્ય માછીમારોમાં ફફળાટ ફેલાયો છે
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
