News of Monday, 13th April 2026
ચોમાસા પૂર્વે અરબ સાગર કે બંગાળની ખાડીમાં વાવાઝોડું શકય
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ર૦ર૬ નોર્મલ તારીખ આસપાસ અંદામાન નિકોબાર અને કેરલમાં વિધિવત આગમન કરે તેવો આશાવાદ

રાજકોટ : ઈમેજમાં લાલ લીટી છે તે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન એટલે કે itcz તેમની બંને બાજુ એરા મુજબ પવન સામસામા ભટકાતાં હોય તે ભેજ યુક્ત પવનો ઉપર ચડે. વાદળ બની ને વરસી પડે....itcz લાઇન વિષુવવળત્તની નજીક પહોંચી ગઇ છે. આગામી ૧૦ મે આસપાસ તે વિષુવવળત્તને પાર કરીને દક્ષિણ અરબી સમુદ્ર અને દક્ષિણ બંગાળની ખાડી સુધી પહોંચશે. તા.૧૫ થી ૨૨ મે દરમિયાન અંદામાન નિકોબારના દરિયા અને દ્વીપ સમૂહોમાં વિધિવત દક્ષિણ પヘમિ ચોમાસાનું આગમન થઈ જશે.બાદ કેરલમાં ૩૧ મે થી ૨જૂન આસપાસ ચોમાસુ આગમન થઈ જશે. જેમાં મોડેલ એરર મર્જીન થી ૨-૩ દિવસ+ ラ થાય.બાદ આ itcz લાઇન જેમ જેમ ઉતર તરફ આવતી જાય તેમ તેમ ભારત ના વિવિધ ભાગમાં ચોમાસુ આગળ વધીને દેશ ભરમાં ચોમાસુ બેસી જાય...ત્યાર બાદ આ itcz લાઇન ચોમાસુ ધરી તરીકે ઓળખાય છે.
કોઈ પણ સિસ્ટમ ચોમાસુ ધરી ઉપર ચાલતી હોય છે. ચોમાસા દરમિયાન આ ચોમાસુ ધરી નોર્મલ કે નોર્મલ થી નીચે આવે ત્યારે ગુજરાત ભરમાં સારો વરસાદ પડતો હોય છે. જ્યારે આ ધરી હિમાલય તરફ સરકી જાય ત્યારે આપણે વરસાદ અદ્રશ્ય થઈ જાય છે.
નિતેષ વડાવીયા
(મોરબીના જાણીતા વેધર એનાલીસ્ટ)

(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
