હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનોને સ્પર્શતા વિવિધ પ્રશ્ને ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઈ કાનાબારે ડીઆરએમ સમક્ષ વિસ્તળત રજૂઆત કરી
ગ્રોફેડ પાસે સંભવિત વિકલ્પ સ્ટેશન બનાવવાનો વિરોધઃ હાલના સમય પત્રકમાં ફેરફાર કરવાઃ સ્પેશિયલ ટ્રેનના નામે લેવાતા ભાડામાં ઘટાડો કરવા : જૂનાગઢથી લાંબા અંતરની ટ્રેનોનુ લિંકઅપ કરવા રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ તા.૧૩ , વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારે ડીઆરએમ સમક્ષ વિસાવદર તરફથી આવતી ટ્રેઈન ગ્રોફેડ પાસે ટર્મીનેશન સ્ટેશન બનાવવાના વિરૂધ્ધમાં તથા મિટર ગેજના સમય પત્રકમાં ફેરફાર કરવા અંગે તથા જૂનાગઢથી ઉપડતી લાંબા રૂટની ટ્રેઈનોનાં લીંકઅપ કરવા બાબતે વિસ્તળત રજૂઆત કરી છે.
ચેમ્બર્સ પ્રમુખે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે જૂનાગઢ રેલ્વે ફાટકને બાયપાસ કરવા સાત ફાટક ગણાવે છે. જે રેલ્વેના અધિકારી તપાસમા માત્ર નજીકના કિ.મી.માં ચાર ફાટક વધારાના હોય, વૈભવ હોટલ પાસે, અને ભૂતનાથ ફાટક પાસે અંડરબ્રીજ કે ઓવરબ્રીજ બનાવી ટ્રાફીક નો પ્રશ્ન સોલ્વ કરી શકાય તેમ છે. આમ થતા વધારાની ફાટકો જેવી કે તળાવ ગેઇટ અને જયશ્રી ફાટક તથા ગાંધી ગ્રામ વગેરે ત્રણ ફાટકો લીંકઅપ થઈ જાય તેમ છે. માટે આ ફાટકના મુદ્દે ગ્રોફેડ પાસે મીટર ગેઈજ સ્ટેશન લઈ જવાની વાતો સંભળાય છે. તે જો બનાવવામાં આવે તો અમરેલી, જૂનાગઢ તથા સોમનાથ ગીર જિલ્લાને મંજૂર નથી જો આવુ કોઈ આયોજન થાશે તો ત્રણેય જિલ્લાની પ્રજા મળી ને ઉગ્ર આંદોલન કરશે. જેની આપ સાહેબ ગંભીરતાથી નોંધ લેશો. આ ગ્રોફેડ પાસે સ્ટેશન મંજૂર થાશે તો આ ત્રણેય જિલ્લાની ગરીબ પ્રજાને સો રૂા. જેટલી રકમ ખર્ચ કરવી તથા આ જગ્યા પણ અવાવરું અને મહીલા - બાળકો માટે ભયજનક છે. બહેનો દિકરીઓની સલામતી જોખમાય છે. જૂનાગઢ થી ઉપડતી મીટરગેજ જૂનાગઢ - વેરાવળ જે હાલ માં બંધ કરલ છે. તે તેના જૂના ટાઈમ ટેબલ મુજબ ચાલુ કરશો. અમરેલી વેરાવળ જે ટ્રેઈન ચાલતી તે ચલાળા- વેરાવળ જૂના ટાઈમ ટેબલ મુજબ ચલાવવી. ચલાળા થી ઉપડતી ચલાળા - જૂનાગઢ તેને જૂના ટાઈમ ટેબલ મુજબ સવારે ચાલતી કરી અને સાંજે ચલાળા પહોંચે તેવી માંગણી છે. વધુ માં અત્યારે જે સ્પે. ટ્રેઈન ભાડુ રદ કરી લોકલ ભાડામાં ચલાવવી. ફરીને ગ્રોફેડ રેલ્વે સ્ટેશન કરશો તો ત્રણ જિલ્લાના લોકોને જૂનાગઢ રેલ્વે સાથેનું લીંકઅઅપ તુટી જાશે. આ અંગે જરૂર જણાયે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ - વિવિધ સંસ્થાઓ તમામ જિલ્લા - તાલુકાના મથકોની પ્રજાજનો મિટીંગનું આયોજન કરી ગાંધી ચીંધ્યા રાહે રેલ્વે તંત્ર સામે ઉપવાસ આંદોલન કરવા ચર્ચા-વિચારણા કરશે તેમ ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઈ કાનાબારે જણાવ્યું છે. આ રજૂઆત પત્રની નકલો (૧) જી.એમ.સાહેબ- મુંબઈ (૨) કલેક્ટર સાહેબ- જૂનાગઢ (૩) સ્ટેશન માસ્તર, વિસાવદરને પણ મોકલાઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
