News of Monday, 13th April 2026
ધ્રોલ તાલુકા પંચાયતની મોટા વાગુદળ બેઠક પર ભાજપનું વર્ચસ્વઃ હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા બિનહરીફના માર્ગે

(સંજય ડાંગર- મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ- જામનગર તા.૧૩: ધ્રોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોટા વાગુદળ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ બેઠક પર સૌથી આヘર્યજનક બાબત એ રહી છે કે, હર્ષાબા સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે એક પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. મેદાનમાં અન્ય કોઇ હરીફ ન હોવાથી હવે મોટા વાગુદળ બેઠક પર હર્ષાબા અનિરૂદ્ધસિંહ જાડેજા બિનહરીફ ચુંટાઇ તેવી પુરેપુરી શકયતા છે. જેને પગલે ભાજપ ખેમામાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.
આ સાથે ભાજપે ચૂંટણી પહેલા જ ખાતું ખોલતા પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે. હવે ધ્રોલ તાલુકા પંચાયતની બાકીની ૭ બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કડક ટક્કર જોવા મળશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બિનહરીફ જીતને ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
