News of Monday, 13th April 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની રાજચરાડી બેઠક માટે એક જ ગામમા ચાર ઉમેદવારો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃતા.૧૩: ધાંગધ્રા તાલુકાનારાજસીતાપુર જિલ્લા પંચાયત સીટમાં તાલુકાના બે દિગ્ગજ પાટીદાર પરીવાર સામસામે હોઇ ભાજપ અને કોગ્રેસમાંથી ટિકિટ મેળવીને ઉમેદવારીપત્ર ભરતા પંથકમાં ભારે રાજકીય ગરમાવો છવાઈ જવા પામ્યો છે. સાથે રાજચરાડી એક જ ગામના ત્રણ પક્ષના ચાર ઉમેદવાર અલગ અલગ સીટમાં મેદાનમાં આવતા ભારે ચર્ચા જાગી છે. ધ્રાંગધ્રા તાલુકો પાટીદાર પ્રભાવીત વિસ્તાર છે ત્યારે રાજસીતાપુર જિલ્લા પંચાયતની સીટ ઉપર પાટીદાર સમાજના બે દિગ્ગજ પરીવારની પુત્રવધુએ ઝંપલાવ્યુ છે. ભાજપે પાટીદાર સમાજના અગ્રણી અને માનપુરમાં સતત ત્રણ ટર્મથી પરીવારમાં સરપંચ પદ રહેલુ છે એપીએમસીમાં ડિરેકટર પદ પણ છે કાંતીભાઇ પટેલના પુત્રવધુને મેદાનમાં ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસે પણ પાટીદાર સમાજના દિગ્ગજ નેતા ત્રણ ટર્મ બિનહરીફ સરપંચ રહી ચુકેલા અને એપીએમસીમાં ડિરેકટર પણ છે એવા નટુભાઇ પટેલનાં પુત્રવધુને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીમાં રાજચરાડીના જ ભાનુબેન કાનજીભાઇ પટેલ મેદાનમાં છે. બીજી તરફ રાજચરાડી તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર વિપુલ રતીલાલ પટેલ પણ રાજચરાડી ગામના જ છે. સાથે ગુજરવદી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સોલંકી તિકુભાઇ ભાણાભાઇ પણ રાજચરાડી ગામના જ છે. આમ એક જ રાજચરાડી ગામના ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવાર હોવાથી અને બે દિગ્ગજ પાટીદારો વચ્ચે જંગ જામ્યો હોવાથી જિલ્લાની સૌથી હોટ સીટ માનવામાં આવે છે. રાજચરાડી ગામના કોંગે્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર રાજચરાડી ગામના છે. ત્યારે બંને માટે ગામના મતદારો ક્રોસ વોટીસ કરે છે કે પછી બંને મત એક જ પક્ષના ઉમેદવારને આપે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
