News of Monday, 13th April 2026
ચોટીલામાં પ્રથમ વખત કિન્નર લડશે ચૂંટણી
વોર્ડ નંબર ૨ માંથી ઉમેદવારીઃ સમાજના ગાદીપતિ વૈશાલી દેવીએ નોંધાવી દાવેદારી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચોટીલા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે તેમાં ચોટીલા વોર્ડ નંબર ૨ માંથી કિન્નર સમાજના ગાદીપતિ વૈશાલી દેવી દ્વારા ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં આવ્યું છે.
ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત કિન્નર સમાજના ગાદીપતિ લડી રહ્યા છે અને આ એક ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવે છે રાજકીય ક્ષેત્રે એક અનોખો વણાંક દર્શાવવામાં આવ્યો છે વૈશાલી દેવી એ પોતાના સમર્થકો અને સમૂહ સાથે શક્તિ પ્રદર્શન કરી અને ફોર્મ પણ ભર્યું છે અને હાલમાં વિસ્તારમાં પણ ઉત્સાહનો માહોલ છે.
કિન્નર સમુદાયને પ્રતિનિધિત્વ કરવા માટે કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ એક કોંગ્રેસ પક્ષ દ્વારા સંદેશો પૂરો પાડવામાં આવ્યો છે અને કિન્નર સમાજને પણ ચૂંટણી લડાવવા માટે મેન્ડેડ રજૂ કરવામાં આવ્યું છે સમાજસેવામાં સ્થાન ધરાવતા વૈશાલી દેવી ગૌસેવા ગરીબ દીકરીના સમૂહ લગ્ન અને કોરોનામાં લોકડાઉન દરમિયાન કરેલી સેવાને લઈ અને પ્રચારમાં મુદ્દા ઉઠાવશે અને લોકો સુધી જઈ અને મત માંગવા અંગેનો પ્રયત્ન કરવામાં આવશે.
ચૂંટણીને લઇ અને હવે કિન્નર સમાજે પણ ચૂંટણી લડવા માટે ઝંપલાવ્યું છે ત્યારે કિન્નર સમાજના આગેવાનો અને કિન્નર સમાજના લોકો દ્વારા પણ બેઠકો કરી તેમને સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે અને ચૂંટણીમાં પૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડે તે દિશામાં કામગીરી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
