<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કુતિયાણામાં જાહેરમાં તીનપતી જુગાર રમતા

પ શખ્‍સો ૧૨૬૪૦ની રોકડ સાથે ઝડપાયા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: કુતિયાણામાં બાવળોની ઝાડી પાછળ જુગાર રમતા પ શખ્‍સોને ૧૨૬૪૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

કુતિયાણા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન સંયુકત રાહે મળેલ બાતમી આધારે બાવળોની કાંટમાં આંબલીના ઝાડ નીચે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા માલદે ભીખનભાઇ ઓડેદરા, ગાંગા હરદાસભાઇ બોખીરીયા, લાખા હાજાભાઇ ઓડેદરા, સરમણ રામદેભાઇ ઓડેદરા તથા લાલજી ખીમાભાઇ રાઠોડને ૧૨૬૪૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

આ જુગાર દરોડાની કામગીરી પો.ઇન્‍સ. એમ.ડી. વાળા તથા પો.હેડકોન્‍સ. વાય.એસ. વાળા તથા પી.આર. ઓડેદરા તથા પો.કોનસ. અલ્‍તાબ હુસેનભાઇ તથા અશ્વિન વેજાભાઇ તથા ભરત ભોજાભાઇ તથા વિજય ખીમાણંદભાઇ તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

(11:24 AM IST)