<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

જેતપુરમાં જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૭ મહિલા સહિત ૯ પકડાયા

ગોપાલ ઇશરાણી તેના મકાનમાં જુગાર રમાડતો' તો સિટી પોલીસનો દરોડો

 

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૩: શહેરના કણકીયા પ્‍લોટ વિસ્‍તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર શહેર પોલીસે દરોડો પાડી ૭ મહિલા સહિત કુલ ૯ પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા.

જેતપુરમાં  દારૂ જુગારની બદીઓ દૂર કરવા સીટી પીઆઈ એ ડી પરમાર સ્‍ટાફના ભગીરથસિંહ જાડેજા, લાખુભા રાઠોડ, પ્રદીપભાઈ અગરિયા, મિલનસિંહ ડોડીયા, અમિતભાઈ સિદ્ધપરા, સાગરભાઇ મકવાણા  પેટ્રોલીંગમાં નીકળેલતે દરમ્‍યાન ં બાતમી મળેલ કે કણકિયા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતો ગોપાલ ઈશરાણી પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડતો હોય જે આધારે  પોલીસે ગોપાલ  ના મકાનમાં જુગાર અંગેની રેડ કરતા ઉપરના માળે હોલમાં જુગાર રમતા રૂપેશ દલસુખભાઈ રાજપરા ( મોટા ચોક) મંગુબેન બચુભાઈ ચાનીયારા ( સામાકાંઠા), અંકિતાબેન આનંદભાઈ સાતા ( ગોપાવાડી રોડ), ચંદીબેન ઇનારમલ રાય ( સામા કાંઠા), પ્રવિણાબેન બાબુભાઈ ચાવડા ( નીલકંઠ એપાર્ટમેન્‍ટ, અમર નગર રોડ) ગાયત્રીબેન વસંતભાઈ ટોળીયા (કોટડીયા વાડી), શીતલબેન પ્રતાપભાઇ ધાધલ (મોટા ચોક), તેમજ ગોપાલ અને તેની પત્‍ની જાનકીબેન ( કણકિયા પ્‍લોટ ) સહિત  ૭ મહિલા ૨ પુરુષો ને કુલ રોકડ રૂ. ૨૪,૫૭૦ સાથે પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરેલ.

(11:24 AM IST)