<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

નિરંતર હરિનામ સ્‍મરણએ ભકિતનું આભૂષણઃ પૂ. મોરારીબાપુ

ઉત્તરાખંડમાં ‘‘માનસ વિષ્‍ણુ પ્રયાગ''નો વિરામઃ ૧૮મીથી પાલીતાણામાં શ્રીરામ કથાનો પ્રારંભ

રાજકોટ તા. ૧૩:પંચ પ્રયાગમાંના એક એવા વિષ્‍ણુપ્રયાગ-ઉત્તરાખંડની કુબેરીય ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથાના પૂ. મોરારીબાપુએ કહ્યું કે, કથાના કેન્‍દ્રીય વિષય ‘માનસ વિષ્‍ણુપ્રયાગ'ને આગળ ધપાવવા કહ્યું હતું કે, બ્રહ્માના ચાર મુખ છે. (૧) બ્રહ્માનું એક મુખ એ સર્જક મુખ છે. જેનાથી સૃષ્‍ટિ નિર્મિત થાય છે, અર્થાત આપણે દુર્વિચારી ન બનીએ. અતિ વિચારમાં નથી કોઇ સાર. નિર્વિચાર અવસ્‍થા. જો કે, એ તો શંકરાચાર્ય જેવું કોઇ હોય જે નિર્વિચાર અવસ્‍થામાં રહી શકે. (ર) બ્રહ્માનું બીજું મુખ છે-વેદમુખ. જેમાંથી વિશ્‍વનું મંગલ કરવાવાળી ઋચાઓ નીકળી છે. (૩) બ્રહ્મા ગૌમુખ છે. ગંગા જયાંથી દેખાય છે એ ગૌમુખ મૂળ છે. (૪) બ્રહ્માનું ચોથું મુખ ગુરૂમુખ છે. મહાદેવના પાંચ મુખ છે. (૪) વિશ્‍વાસ-તલગાજરડું વિશ્‍વાસને ખૂબ માને છે. આ નવ દિવસીય કથા નિર્વિધ્‍ન પૂરી થાય છે એ કેવળ વિશ્‍વાસના આધારે ઓશો વિશ્‍વાસની આલોચના કરતા. હું તેની સાથે સહમત નથી. (ર) વિચાર, (૩) વિનોદ, (૪) વિવેક અને (પ) વૈરાગ્‍ય. બાપુએ ભકિત સંદર્ભે પણ સરસ વાત કરી હતી. બાપુએ કહ્યું હતું કે, ભકિત કેવી રીતે પુષ્‍ટ થાય? વિવેક, વિમુખ, ક્રિયા, અનવસાર, આદાર, અનિરૂધ્‍ધ. નિરંતર હરિનામ સ્‍મરણ એ ભકિતનું આભૂષણ છે. સાધુને કોઇપણ હાલતમાં જૂઓ તો બેડો પાર થઇ જશે. અને સાધુસંગ એ પ્રભુપ્રસાદનું ફળ છે. વિકાસનો અતિરેક પીડાદાયક હોય છે, વિકાસ આરામદાયક હોવો જોઇએ.

 ઉત્તરાખંડમાં આયોજીત શ્રીરામ કથાએ કાલે વિરામ લીધો છે હવે તા. ૧૮ એપ્રિલથી પાલીતાણામાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને શ્રીરામ કથા ગુંજશે. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦) (૭.૩૦)

ઉત્તરાખંડના જોશીમઠમાં બાપુની રામકથા

કથા સંવાદ દરમિયાન બાપુએ કથા મનોરથી કાણકીયા પરિવારની વિનંતીને માન્‍ય રાખી અને બાપુએ કહ્યું હતું કે, આશિષ (બાબુભાઇનો પૌત્ર) મારી પાસે કથા માંગતો હતો કે બાપુ, મને કથા આપજો. ત્‍યારે બાપુએ ઉલેટભેર કહ્યું કે, કાણકીયા પરિવારને આપી કથા. આજ દિવસોમાં એક વરસ પછી જોશીમઠમાં કથા કરવી છે. અને આ પરિવારે મને એમ પણ કહ્યું કે, બાપુ, અમે કેવળ વિતજા સેવા કરીશું, તમારે પ્રસાદ સેવા, અન્‍ય સેવા જેમને સોંપવી હોય એમને સોંપજો, અમે વિત્તજા સેવા કરીશું. આ વૈષ્‍ણવી સમર્પણ છે, બાપ!

(3:06 PM IST)