News of Monday, 13th April 2026
જામનગરના બેડ ટોલ નાકા પાસે ટ્રાવેલર બસ પલટી ખાતા ગંભીર અકસ્માત : ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું : જૂઓ વિડીયો
જી જે ૧ ઈ ટી ૭૮૦૦ નંબરની ટ્રાવેલર પલટી જતાં દિવ્યાબેન અને મોના શ્રીવાસ્કર સહિત પાંચ મુસાફરોને ઈજા : સ્થાનિકો અને તંત્રની મદદથી તમામ પેસેન્જરને સુરક્ષિત બહાર કઢાયા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર નજીક આવેલા બેડ ટોલ નાકા પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં જી જે ૧ ઈ ટી ૭૮૦૦ નંબર ધરાવતી એક નાની ટ્રાવેલર બસ અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ જામનગર ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.
આ અકસ્માત બાદ આસપાસના લોકો પણ વહારે આવ્યા હતા અને બસમાં ફસાયેલા તમામ પેસેન્જરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં કુલ ૫ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં ૩૫ વર્ષીય દિવ્યાબેન, ૪૦ વર્ષીય મોના શ્રીવાસ્કર, ૪૦ વર્ષીય રાહુલ અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
