હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર પાલીકામાં ભાજપે ટીકીટ નહી આપતા પૂર્વ કોર્પોરેટર ગરીમાએ પુત્ર સાથે અપક્ષ ઉમેદવારી કરી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ : તા.૧૪: સુરેન્દ્રનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ કોર્પોરેટર જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશભાઈ ગરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જામાભાઈએ વોર્ડ નંબર ૩માંથી અને હરેશભાઈએ વોર્ડ નંબર ૪માંથી ફોર્મ ભર્યા છે.
જામાભાઈ ગરીયા સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૩માંથી પાંચ ટર્મ સુધી સુધરાઈ સભ્ય રહી ચૂકયા છે. તેમણે એક ટર્મ અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી, જ્યારે ચાર ટર્મ ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા.
તેમના પુત્ર હરેશભાઈ ગરીયા પણ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં ભાજપની ટિકિટ પર કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકયા છે.
વર્તમાન ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા આ પિતા-પુત્રે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. આ ઘટનાને કારણે ખાસ કરીને વોર્ડ નંબર ૩માં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સામે પીઢ અપક્ષ ઉમેદવારોની ટક્કર જોવા મળશે, જેનાથી ચૂંટણી રસપ્રદ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
