News of Tuesday, 14th April 2026
બિલખામાં કારમાંથી પોણા ત્રણ લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢ, તા.૧૪: બંધાળા ગામથી ઉમરાળા ગામ જવાના રસ્તે કૌશીક વાળા રહે બીલખા ગામ ઈન્દીરાનગર વાળાએ ફોરવીલ કિયા કાર -GJ-09-BH-1591 વાળીમાં દારૂની અલગ-અલગ કંપનીની બોટલ નંગ.-૪૩૧ જેની કી.રૂ.-૨,૫૮,૬૦૦ તથા ઈંગ્લીશ દારૂના ચપટા નંગ.-૨૦૦ જેની કી.રૂ.-૨૦,૦૦૦ જે દારૂ લિટર આશરે ૩૬૦ નો મુદ્દામાલ તથા ઉપરોક્ત ફોરવીલ કાર કિ.રૂ..૫,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.-૭,૭૮,૬૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી કૌશીક વાળા તથા મોકલનાર તથા તપાસમા ખુલે તે તમામ ઇસમોએ ગુન્હામાં એક-બીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી તેઓ સામે પ્રોહી એકટ મુજબ બીલખા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ રજી. કરી વધુ તપાસ હાથ ધરેલ છે. પો.ઇન્સ. એન.એન.ચુડાસમા તથા એ.એસ.આઈ ડી.એમ.બેરીયા તથા પો.હેડ કોન્સ દિપકભાઇ લાડવા, આર. એસ. જુંજીયા, એસ.એસ.માલમ, પી.એસ. ઠાકર, એસ.એમ.પરમાર તથા પો.કોન્સ ચંદ્રેશકુમાર વજુભાઈ નૈના તથા પો.કોન્સ અમિતભાઈ મગનભાઈ વિસાવેલીયા વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
