News of Tuesday, 14th April 2026
જૂનાગઢમાં સંસ્કાર ભારતી દ્વારા આયોજિત સંવિધાન ચિત્ર પ્રદર્શનનો ગરિમાપૂર્ણ પ્રારંભઃ નિહાળવા જાહેર આમંત્રણ
પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ધારાસભ્ય સંજય કોરડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટયઃ કથક નૃત્યથી પ્રારંભઃ પ્રથમ દિવસે જ નગરજનોએ લીધો લાભ, પ્રો. માધવી કવૈયા અને દિવ્ય રૂપારેલના સંચાલનમાં કાર્યક્રમ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૪: રાષ્ટ્રીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત અને સંસ્કાર ભારતી જૂનાગઢ જિલ્લા સમિતિ દ્વારા આયોજિત તથા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરના સહયોગથી જૂનાગઢ સ્થિત પ્રેમાનંદ વિદ્યા મંદિર, બિલનાથ મહાદેવ મંદિર પાસે આજથી તા. ૧૧ એપ્રિલથી સંવિધાન ચિત્ર પ્રદર્શનનો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. આ ચાર દિવસીય પ્રદર્શન તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી ચાલશે.
પ્રદર્શનનો પ્રારંભ ધારાસભ્ય સંજય કોરડીયા, ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ડો. રાજેન્દ્ર ભટ્ટ, પ્રો. મનિષ જાની, ડો. માતંગ પુરોહિત, મહેન્દ્રસિંહ પઢીયાર, રૂપલબેન લખલાણી, લોક ગાયક રાજુ ભટ્ટ, પ્રાધ્યાપક ભરતભાઈ મેશીયા, જયકિશનભાઈ દેવાણી, અમિત ચરાડવા, જીતુભાઈ દ્વારકાવાળા ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો.
કાર્યક્રમનો પ્રારંભ સંસ્કાર ભારતીની પરંપરા અનુસાર ધ્યેય ગીત પર કથક નળત્યથી નળત્યકાર અમિત પંડિતના નળત્યથી થયો. સંસ્થાની ણાલીકા અનુસાર ઉપસ્થિત મહાનુભાવોના અભિવાદન બાદ આ ચાર દિવસીય પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું. પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં જૂનાગઢનાં નગરજનોએ લાભ લીધો.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કાર ભારતી જૂનાગઢ સમિતિનાં અધ્યક્ષ વિપુલ ત્રિવેદીનાં માર્ગદર્શન સાથે અમિષા માંકડ, શોભના ભટ્ટ, ચિંતન લાઠીગરા, દર્પીત દવે, આદિત્ય ત્રિવેદી, અર્પીત હડીયા, નિષા નરસાણા, લબ્ધી ભટ્ટ, હીર રાવલ, નેહા પંડીત, સંજય પંડયા તેમજ પ્રેમાનંદ વિદ્યા મંદિરના સ્ટાફગણે જહેમત ઉઠાવી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો. માધવી કવૈયા અને યુવા કલાકાર દિવ્ય રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું.
આ ચાર દિવસીય પ્રદર્શનને નિહાળવા જૂનાગઢનાં નાગરીક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને સંસ્કાર ભારતી જૂનાગઢ જિલ્લા સમિતિના અધ્યક્ષ વિપુલ ત્રિવેદી અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર ડો. માતંગ પુરોહિત દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
