<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

જુનાગઢની ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્‍મજયંતી ઉપલક્ષ્ય ડો.આંબેડકરજીના જીવન અને સામાજિક સમરસતા વિષયે યોજાયો પરિસંવાદ

યુનિવર્સીટી કેમ્‍પસને રળીયામણું અને સ્‍વચ્‍છતા નિરૂપતા કર્મયોગીઓનું થયુ સન્‍માનઃ ‘‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો'' જીવનમંત્ર આપનાર ડો. બાબા સાહેબ આંબેડકર માનવતાનાં મસીહા હતાઃ કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪, ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એસસી/એસટી સેલ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીનુ જીવન અને સામાજિક સમરસતા વિષયે ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્‍મજયંતી નિમિત્તે પરિસંવાદ યોજાયો હતો. આ પ્રરિસંવાદને ગુજરાત સાહિત્‍ય અકાદમીનાં મહામાત્ર અને અભિલેખાગાર ગાંધીનગરનાં નિયામક ડો. જયેન્‍દ્રસિંહજી જાદવ તથા એસ.સી./એસ.ટી. સેલનાં નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર, અચલા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશનનાં પ્રેસીડેન્‍ટ ડો. મફતલાલ પટેલ અને સાહિત્‍યમાં સંશોધક અને સંપાદક ડો. નાથાલાલ ગોહેલે દિપ પ્રાગટયથી ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે યુનિ.નાં કેમ્‍પસને રળીયામણુ અને સ્‍વચ્‍છ રાખનાર મારૂ કંચનબેન, માકડીયા રિંકલબેન, ચુડાસમા ચંદ્રીકાબેન, વાણવી ચેતનાબેન, મકવાણા હંસાબેન, મારૂ રંજનબેન, મણવર હંસાબેન, વાઘેલા અરૂણાબેન, પરમાર રાધાબેન, મારૂ શાંતાબેન, પરમાર ચેતનાબેન, ધ્રાંગિયા ગિતાબેન, વાઘેલા જશાભાઈને પ્રશસ્‍તિપત્ર અને પ્રોત્‍સાહક ભેટથી મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા.

કાર્યક્રમનાં અધ્‍યક્ષ અને યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે બાબા સાહેબની ૧૩૫મી જન્‍મ જયંતિ નિમિત્તે ભાવવંદના કરતા જણાવ્‍યું હતુ કે ઇતિહાસ પુરૂષ, એક કાયદાશાષાી, ઇતિહાસકાર, અર્થશાષાી તેમજ ભારતનાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર માનવતાનાં મસીહા હતા. ડૉ. આંબેડકર સામાજિક સમરસતા અને એકતાના પ્રતીક હતા. તેમણે ભારતીય સમાજમાંથી જ્ઞાતિપ્રથા અને અસ્‍પળશ્‍યતા દૂર કરવા માટે બંધારણીય માર્ગ અપનાવ્‍યો. તેમણે સ્‍પષ્ટ કર્યું કે સામાજિક સમરસતા ત્‍યારે જ શકય છે જ્‍યારે સમાજમાં સમાનતા અને ન્‍યાય હોય, તેમનો જીવનમંત્ર ‘‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો'' એ આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત ડો. મફતલાલ પટેલે પોતાના જીવનકાળનાં બાબાસાહેબ સાથે થયેલ સંસર્ગનાં સ્‍મરણોને ટાંકીયા હતા.

આ પ્રસંગે ઉપસ્‍થિત ગુજરાત રાજ્‍યનાં અભિલેખાગાર નિયામક અને સાહિત્‍ય અકાદમીનાં મહામાત્ર ડો. જયેન્‍દ્રસિંહજી જાદવે જણાવ્‍યુ હતું કે અસ્‍પળશ્‍યતાના આકરા સમયમાં કડવા અનુભવોને અવહેલીને પણ ડો. બાબા સાહેબ આંબેડકરજીએ અર્થશાષા, સમાજવિદ્યા, માનવવંશશાષા, ધર્મશાષા, ઇતિહાસ અને રાજનીતિમાં નિપુણતા જાણી લીધી હતી.

જુનાગઢ પોલીસ વિભાગનાં એસ.સી/એસ.ટી સેલનાં નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારે   જણાવ્‍યુ હતું કે ડૉ. બાબાસાહેબનું જીવન ઉતાર ચઢાવા આપત્તિ-વિપત્તિઓ, વિવાદપ્રસંવાદથી ભરેલું હોવા છતાં તેમણે સામાજિક ન્‍યાયના સંઘર્ષને રાષ્‍ટ્રકાર્ય સાથે જોડ્‍યું હતુ. 

સાહિત્‍યક્ષેત્રમાં સંશોધક અને સંપાદક એવા નાથાલાલ ગોહિલે બાબા સાહેબની જન્‍મ જયંતિ ઉપલક્ષ્ય ઉજવણી અંતર્ગત આયોજીત પરિસંવાદનાં આયોજક ડો. પ્રતાપસિંહજીને અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે કુલસચિવ ડો. રમેશ જી. પરમાર, યુનિ.નાં વિવિધ વિભાગોનાં વિભાગાધ્‍યક્ષશ્રીઓ, વિવિધ કોલેજોનાં આચાર્યશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્‍ટનાં સભ્‍યો, એકઝુયકયુટીવ કાઉન્‍સીલ મેમ્‍બર ડો. દિનાબેન લોઢીયા, પ્રિન્‍સીપાલશ્રી ડો.ઝમકુબેન સોજીત્રા,ડો. આર.પી.ભટ્ટ. ડો. જેસીંગ વાઝા, પોલીટેકનીકનાં આચાર્ય ડો. આર.કે પરમાર સહિત ગણમાન્‍ય પ્રબુધ્‍ધ નગરજનો. ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં જીવનકવનને આત્‍મસાત કરનાર શ્રેષ્ઠીઓ, યુનિ.નાં વિદ્યાર્થીઓ, યુનિ. સ્‍ટાફ પરિવાર આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં એસસી/એસટી સેલ કો-ઓર્ડીનેટર ડો. દિનેશ આર. ચાવડાએ સેવા અતિથીઓને શબ્‍દસૂમનથી આવકાર્યા હતા, કાર્યક્રમનું સંચાલન નાઘેરા જગમાલભાઇએ સંભાળ્‍યું હતુ આભાર દર્શન ડો. રશ્‍મીબેન પટેલે કયું હતું

(11:13 AM IST)