News of Tuesday, 14th April 2026
પાલીતાણામાં શનિવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ નવકાર મંત્ર'' શ્રી રામકથા
૧૮થી ૨૬ એપ્રિલ સુધી સગાપરા ધાર ખાતે કૈલાસ ટેકરી અને જડેશ્વર મહાદેવની નિશ્રામાં ‘માનસ નવકાર મંત્ર' શિર્ષક હેઠળ કથા : ૪૮ વર્ષ બાદ ત્રીજી વાર પાલીતાણામાં પૂ.મોરારીબાપુની શ્રીરામ કથા : કદમગીરીથી હેલિકોપ્ટર દ્વારા પૂ. મોરારીબાપુનું આવન-જાવન કરશે : અનેક સંતોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૪ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામનામનું કથાગાન સાંભળવું એ સૌભાગ્યનો વિષય બની ગયો છે. દેશ-વિદેશમાં કથાઓનો ક્રમ ભરપૂર રહેતો હોવાથી પૈત્રિક વતનમાં કથાગાનનો મનસુબો ભાગ્યે જ પૂરો થાય છે. પરંતુ આ અવસર હવે આગામી ૧૮ એપ્રિલથી પાલીતાણા આંગણે ઉજવાઈ રહ્યો છે. કથાનું સમાપન તા. ૨૬-૦૪-૨૦૨૬ના રોજ થશે.
સમગ્ર ભારતના નકશામાં જૈન તીર્થસ્થાન તરીકે આગવું અને પવિત્ર નામ ધરાવતી તીર્થભૂમિ પાલીતાણાના આંગણે પૂ. મોરારીબાપુ રામ ચરિત માનસની વ્યાસપીઠ લઈને ૪૮ વર્ષ પછી ફરી પધારી રહ્યાં છે. આ અગાઉ સને ૧૯૭૭ અને સને ૧૯૭૪માં પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું ગાન થઈ ચૂકયું છે. એટલે કે આ ભૂમિ પર બાપુની કથાનો ક્રમ ત્રીજો છે. પરંતુ કથાના કુલ ક્રમમાં આ કથા હવે ૯૭૬મી રામકથા છે જે શનિવારથી પાલીતાણા તીર્થભૂમિ ખાતે સગાપરા ધાર ખાતે કૈલાસ ટેકરી અને જડેશ્વર મહાદેવની નિશ્રામાં પૂ. લાલગીરી બાપુની પાવન સંનિધ્ધિમાં ગુંજી ઉઠશે.
પાલીતાણાથી ચાર કિલોમીટર દૂર સ્વયંભુ જડેશ્વર મહાદેવના પ્રાંગણમાં કથાનું ગાન થવાનું છે. કથાની સાથે અનેક પ્રકારના સેવા સંકલ્પો પણ જોડાઈ ગયાં છે, જેમાં ૧૩ કરોડ રામનામનું લેખન, રામ રથયાત્રાઓ અને પાલખીયાત્રાઓ, સાધુ સંતોને પ્રસાદ કીટ અને રામવાટિકાઓથી વળક્ષારોપણનો સમાવેશ છે. હનુમાનજી મંદિર અને ગણેશ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પણ યોજાશે. કથાના યજમાન પૂ. શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ અને તેનો સમગ્ર સેવકગણ આ કથાની સફળતા માટે દિન-રાત પ્રયત્નો કરી રહ્યો છે.
કથા દરમિયાન પૂ. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, શ્રી શરણાનંદજી, શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શ્રી શેરનાથ બાપુ, શ્રી અવધેશાનંદગીરીજી અને શ્રી જૈન મુનિ લોકેશજી જેવા રાષ્ટ્રીય કક્ષાએ અગ્રણી ભૂમિકા ભજવતા સંતો પણ ઉપસ્થિત રહેશે.
આ કથાની એક બીજી વિશેષતા એ છે કે પૂ. મોરારીબાપુનું કથાનિવાસ્થાન ત્યાંથી ૩૬ કિ.મી. દૂર કદમગીરીની પર્વતમાળામાં રહેવાનું છે. બાપુ નિવાસ્થાનથી કથા સ્થળ સુધી આવન-જાવન કરવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાના છે, જે કદાચ પહેલી વખત આવું આયોજન થઈ રહ્યું છે.
કથાનું શિર્ષક ૅમાનસ નવકાર મંત્રૅ નક્કી થયું છે. આ નવ મંત્રો હિન્દુ ધર્મના છે. હરિ ઓમ, કળષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય વગેરેના વિચાર ગર્ભની ચર્ચા અને સંવાદ સનાતન ધર્મના સંદર્ભમાં થશે. કથા આયોજન સમિતિના તમામ સદસ્યો અને આજુબાજુના ગામોના મંડળો દિન-રાત આયોજનને સફળ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
તેમ તખુભાઈ સાંડસૂર(વેળાવદર)ની યાદીમાં જણાવાયું છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
