News of Tuesday, 14th April 2026
પોરબંદર મહાનગરપાલીકા ચુંટણીમાં ૭ ફોર્મ અને જિલ્લા પંચાયતમાં ૩ ફોર્મ રદ
પોરબંદર જિલ્લાની ૩ તાલુકા પંચાયતોમાં માત્ર એક ફોર્મ રદ : પોરબંદર તા.પં.ની નાગકા બેઠકનું ફોર્મ રદ તથા રાણાવાવ તા.પં.માં એક ફોર્મ ડમી હોય ફોર્મ રદ : કુતિયાણા તા.પં.માં ભરાયેલા તમામ ૪ર ફોર્મ માન્ય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: ગઇકાલે સ્વરાજયની ચુંટણી માટેના ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ પોરબંદર મહાનગર પાલીકામાં ૭ ફોર્મ રદ થયા હતા. જિલ્લા પંચાયતમાં ૩ ફોર્મ રદ થયા હતા.
પોરબંદર મહાનગર પાલીકામાં ૧૩૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૭ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ રદ ફોર્મમાં વોર્ડ નં. ૩ માં ર ફોર્મ વોર્ડ નં. ૭ માં ૩ ફોર્મ અને વોર્ડ નં. ૧૦ માં એક ફોર્મ રદ થયું છે. વોર્ડ નં. ૧૧ માં એક ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મહાનગર પાલીકા ચુંટણીમાં હવે ૧ર૯ ઉમેદવારોના ફોર્મ માન્ય રહયા છે.
પોરબંદર જીલ્લા પંચાયતમાં ૧૮ બેઠક માટે કુલ પર ફોર્મ ભરાયા હતા. જેમાં બખરલા, મોઢવાડા અને ચૌટા સીટમાં એક-એક ફોર્મ રદ થયાછે. હવે કુલ ૪૯ ઉમેદવારોના ફોર્મ માન્ય રહયા છે.
પોરબંદર તાલુકા પંચાયતની રર સીટ માટે પ૦ ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી દરમ્યાન નાગકા બેઠકનું ફોર્મ રદ થતા હવે ૪૯ ઉમેદવારોના ફોર્મ માન્ય રહયા છે. રાણાવાવ તાલુકા પંચાયતની ૧૬ સીટ માટે ૩૮ ફોર્મ ભરાયા હતા જેમાં એક ફોર્મ ડમી હોવાથી તથા એક ફોર્મ રદ થયું નથી. કુતિયાણા તાલુકા પંચાયતની ૧૬ સીટ માટે ૪ર ફોર્મ ભરાયા હતા. તમામના ફોર્મ માન્ય રહયા છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
