<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં સિંહણના મોતની તપાસ ACF કક્ષાના અધિકારી કરશે

ધારી ગીર પૂર્વના સરસિયા રાઉન્ડમાં લુવારિયા વીડીમાં સિંહણનું પ્રેગ્નેન્સીના કારણે મોત બાદ તપાસના આદેશ અપાયા

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં સિંહણના મોતનો મામલે હવે વન વિભાગે ગંભીરતા દાખવી છે. સ્થાનિકો દ્વારા સિંહણ બિમાર હોવાની જાણ કરવા છતા, વન વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા નહોતા. આખરે બિમાર સિંહણે દમ તોડી નાખ્યો છે. ધારી ગીર પૂર્વના સરસિયા રાઉન્ડમાં લુવારિયા વીડીમાં સિંહણનું પ્રેગ્નેન્સીના કારણે મોત બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  જુનાગઢ સી.એફ રામ રતન નાલાએ તપાસના આદેશ આપ્યા છે . ગીર પૂર્વના એ.સી.એફ,વિતરણ. એ.સી.એફ અને શેત્રુંજી ડિવિઝનના એસીએફને તપાસના આદેશ આપ્યા છે . બે દિવસથી સિંહણ બીમાર હતી ગ્રામજનો અવાર નવાર જાણ કરતા હતા. સિંહણ પીડાતી હતી વન વિભાગના સ્ટાફને કેમ ખબર ન હતી ? સિંહણના મોત પાછળ જવાબદાર કોણ ? અગાઉ પણ સરસિયા રાઉન્ડના લુવારિયા વિડીમાં બીમારીને કારણે વન્યપ્રાણીના મોત થયા હતા. મૃત સિંહણ બે દિવસથી લુવારીયા વાડી વિસ્તારમાં બીમારીથી પીડાઈ રહી હતી. ACF કક્ષાના અધિકારી તપાસ કરશે

(7:13 PM IST)