<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભાવનગરના પ્રવાસે: પદાધિકારીઓ અને નગરસેવકો સાથે યોજી મહત્વની બેઠક

તેમણે ભાજપ કાર્યાલય ખાતે પર્યાવરણના વિશેષ સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ  માંડવીયા આજે ભાવનગરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે ભાજપ કાર્યાલય ખાતે પર્યાવરણના વિશેષ સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ખાસ ઉપસ્થિતિમાં સ્થાનિક નગરસેવકો અને સંગઠનના પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓની આ મુલાકાત અને બેઠકને પગલે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:36 PM IST)