News of Saturday, 6th June 2026
જામનગર નજીક વોટરપાર્કમાં ડૂબી જતા ૭ વર્ષના બાળકનું મોત

જામનગરઃ રાજકોટ હાઇવે પર જાંબુડા નજીક આવેલ હોલીડે વોટર પાર્કમાં ડૂબી જવાથી ૭ વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નીપજતા વોટરપાર્કમાં જરૂરી તકેદારીના પગલાં ન રખાતા દુર્ઘટના ઘટી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. હર્ષ કિરીટ પરમાર નામના વ્હાલસોયા દીકરાનું મોત થતા પરિવારમાં પણ આક્રંદ છે ત્યારે બેફામ ફી લઈ વોટરપાર્ક ના નામે ધીકતો ધંધો કરતા લોકો સામે તંત્ર કયારે આંખ લાલ કરશે? તે જોવું રહ્યું. આ સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા વોટરપાર્ક ખાતે એકત્ર થઈ ગયા હતા અને બાળકના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
